Tuesday, Apr 27th, 2010, 12:21 am [IST]
Talala

સિંહ પ્રજાતીની વધુ સંખ્યા ગીરજંગલમાં જ હોવાનું પ્રાથમિક સર્વેમાં જણાયું છે. સિંહો જંગલ છોડી બહાર જતા રહેતા હોય અને જંગલમાં ખોરાક પુરતો ઉપલબ્ધ ન હોવાની સંભળાતી વાતોમાં વજુદ ન હોય તેમ ગીર જંગલ વાળા વિસ્તારોમાં જ સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સાત રીજનલ એરીયામાંથી પોરબંદર અને ભાવનગર જીલ્લાનાં રેવન્યુ અને કોસ્ટલ એરીયા સાથે વેરાવળ રીજનલની દરીયાઈ પટ્ટી ઉપર સિંહોનાં સગડ પ્રાથમિક અંદાજમાં મળ્યા ન હોય જેથી વન વિભાગ જૂનાગઢ, વેરાવળ અને જેસર રીજનલ એરીયામાં જી.પી.એસ.ટેકનોલોજી, ફેરણા અને ફુટમાર્ક પઘ્ધતીનાં ઉપયોગથી સિંહોનાં લોકેશન જાણી ગણતરી કરવાનાં આયોજન આખરી રાઉન્ડમાં કરી રહ્યું છે.
ગણત્રીના બહાને અધિકારીઓના સબંધીઓને સિંહ દર્શન કરાવાયા..?
સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સિંહ ગણત્રીના દિવસો દરમિયાન ગીર જંગલ અને દેવળીયા બંધ રખાયા હોય ત્યારે પ્રવાસીઓનો પ્રવાહ પણ બંધ થઈ ગયો હોય પરંતુ આ દિવસોમાં સિંહ સદનમાં ફોરેસ્ટરો સિવાય અન્ય લોકો પણ હાજર હોવાનું ગીર પંથકમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે. ટ્રેકરપાટી અને મદદનીશોના નામે અધિકારીઓના સગાસબંધીઓને કાર્ડ આપીને નિયુક્ત ઠરાવીને મુક્ત રીતે સિંહ દર્શનની તક આપી હોવાની વાતો પણ ચર્ચાઈ રહી છે. ઉપરાંત સ્થાનિક વનસમિતીઓ, ટ્રેકરપાર્ટી તથા નેશનલ પાર્કનો સ્ટાફ શા માટે દૂર દૂર રહ્યો તેવો વેધક સવાલ પણ ઉઠી રહ્યો છે. ગીર પંથકમાં એવુ પણ ચર્ચાઈ રહ્યું છે કે, લોકો ને જંગલ વિશે પુરી માહીતી પણ નથી તેવા લોકો જંગલમાં શુ કરતા હતા.?
પાલિતાણા, મહુવામાં સિંહની સંખ્યામાં વધારોસૌરાષ્ટ્ર પંથકમાં શરૂ થયેલી વસ્તી ગણતરીમાં પ્રથમ ત્રણ દિવસમાં ભાવનગર જિલ્લામાં મુખ્યત્વે પાલીતાણા અને મહુવામાં વનરાજાઓની સંખ્યા નોંધપાત્ર જોવા મળી છે, એકંદરે સિંહ પરિવારની સંખ્યામાં વધારો થવાનો સંકેત વન વિભાગના વર્તુળો વ્યક્ત કરી રહ્યાં છે.
http://www.divyabhaskar.co.in/2010/04/27/final-calculation-of-lions-starts-in-gir-913212.html
No comments:
Post a Comment