Sunday, Apr 25th, 2010, 2:50 am [IST]
Bhaskar News, Talala ![lion](http://www.divyabhaskar.co.in/2010/04/25/images/lion1.jpg)
આખરી ગણત્રી ૨૬મીએ થશે. ત્યારે બચ્ચાઓની સંખ્યા વધવાનો અંદાજ પ્રાથમિક તબક્કે જણાઇ આવ્યો છે. વનરાજની ગણત્રી માટે જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને ભાવનગર જિલ્લાઓમાં સિંહોની અવરજવર વાળા જંગલ અને રેવન્યું વિસ્તારોમાં ૭ રીજયોનલ એરિયા બનાવાયા છે. જેનું સુપરવીઝન સી.એફ.કક્ષાનાં ઉચ્ચ અધિકારીઓ કરી રહ્યાં છે. તેની હેઠળ ૨૮ ઝોન અને ૧૦૦ સબઝોન બનાવાયા છે. ઝોનનો હવાલો ડીએફઓ અને સબઝોનનો હવાલો એસીએફ, આરએફઓ અને ફોરેસ્ટર કક્ષાનાં અધિકારીઓ સંભાળી રહ્યાં છે. સાથોસાથ કેન્દ્રિય વાઈલ્ડ લાઈફ બોર્ડનાં પ્રતિનિધિઓની ટીમ પણ દહેરાદૂનથી સાસણ પહોંચી છે. ગણત્રી માટેનો વિસ્તાર મોટો હોવાથી બીટમાં જે ગણત્રીકારને સિંહ જોવા મળશે તે તુરંત જ રેન્જનાં અધિકારીને જાણ કરશે.
અધિકારી ફોટો ગ્રાફર સાથે ત્યાં જઈ જે તે સ્થળે પહોંચી સિંહોનાં ફોટા પાડી ગણત્રીકારે અવલોકન પત્રકમાં નોંધેલી વીગતોની ચકાસણી કરી બાદમાં સાસણ ખાતે ઉચ્ચ અધિકારીઓને જાણ કરશે. તા.૨૫ એપ્રિલે બપોરે બે વાગ્યે ગણત્રીકારો પરત આવશે. ત્યાર પછી તા.૨૬ એપ્રિલે આખરી ગણત્રી શરૂ કરાશે.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/25/lion-population-may-increse-908393.html
No comments:
Post a Comment