Saturday, May 1, 2010

રેવન્યુ વિસ્તારમાં પાંચ વર્ષમાં ત્રણગણા સિંહ વઘ્યા.

Wednesday, Apr 28th, 2010, 12:03 am [IST]  
Jayesh Gondhiya, Una
હાલ માનવ વસતી ગણતરીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. અને બીજી તરફ ગીરનાં જંગલમાં સિંહની વસતી ગણતરીનો કાર્યક્રમ આજે બપોરે સંપન્ન થયો છે. આ ગણતરીમાં ગીર જંગલમાં વિહરતા સિંહો પૈકીના ૩૫ ટકા સિંહો રેવન્યું વિસ્તારમાં વિહરતા જોવા મળ્યા છે. ૨૦૦૫માં થયેલી સિંહની ગણતરીમાં રેવન્યું વિસ્તારમાં જે સિંહની સંખ્યા હતી તેના કરતા ત્રણ ગણા સિંહો વઘ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
આ વખતની સિંહોની ગણતરી પડકાર જનક રહી હોવાનું વનતંત્રના સુત્રોમાંથી જાણવા મળ્યું છે. તેનું કારણ માત્ર એટલું છે કે, વર્ષ ૨૦૦૫માં સિંહ ગણતરી થઈ રહી ત્યારે ૩૫૯ સિંહો હતા. પાંચ વર્ષ પહેલા રેવન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા ત્રણ ગણી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આમ એક અંદાજ મુજબ ગીરનાં જંગલમાં વિહરતા સિંહોની સંખ્યાનાં ૩૫ ટકા સિંહો રેવન્યું વિસ્તારમાં વિહાર કરી રહ્યા છે. પરંતુ રેવન્યું વિસ્તારમાં સિંહની ગણતરી પડકાર જનક હતી. પરંતુ જંગલની સરહદ નજીકના લોકોએ વનતંત્રને પુરો સહકાર આપ્યો હતો. જામવાળાનાં સરપંચ છગનભાઈ મોહનભાઈ સખરેલીયાએ જણાવ્યું હતું કે, જે રીતે અમારા માલઢોર અમારૂ અંગ છે. તે રીતે સિંહો પણ અમારૂ અંગ જ છે. તેની સંખ્યા ઘરે તે ગીરવાસીઓને જરાય ન પરવડે. જંગલ નજીકના અલગ-અલગ ગામના લોકોનો સંપર્ક કરતા તેઓએ પણ સિંહોની વસતીમાં વધારો થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.વનતંત્રના સત્તાધિશો સિંહની સંખ્યા અંગે એક શબ્દ કહેવા તૈયાર થતા નથી. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ વખતે સિંહ બાળની સંખ્યા વ્યાપક જોવા મળી છે. જસાધાર રેન્જનાં એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સિંહની ગણતરી પૂર્ણ થઈ છે અને તેના આંકડાઓ ગુપ્ત રખાયા છે. પરંતુ સિંહોની સંખ્યા વધશે. બાબરીયા રેન્જમાં સિંહોની સંખ્યામાં મહદંશે ઉછાળો આવશે ત્યારે હાલ વનતંત્ર સિંહની ગણતરી બાદ હાશકારો અનુભવી રહ્યું છે. હવે સરકાર દ્વારા વહેલી તકે જાહેર થાય તેવી લોકોમાંથી લાગણી ઉભી થઈ છે.
‘આંકડા સરકારમાંથી મળે’ કહી વનકર્મીઓએ જવાબ દેવાનું ટાળ્યુંસિંહની ગણતરીનો પ્રારંભ થતા મિડીયા કર્મીઓએ વનતંત્રનાં અધિકારીઓને ફોન પર સંપર્ક કર્યા હતા. પરંતુ તેઓએ ગણતરી બાદ વાત કરશું એમ કહ્યું હતું. ગણતરી પૂર્ણ થયા બાદ આંકડા તો સરકારમાંથી મળે એમ કહી મિડીયા કર્મીઓને સિંહોની સંખ્યા અંગેના જવાબ આપવાનું ટાળ્યું હતું.
સિંહની સંખ્યાનો આંકડો જાહેર થતા ગીરની શાન વધશેહવે ટૂંક સમયમાં વર્ષ ૨૦૧૦ની સિંહની વસતીનો આંકડો નજર સમક્ષ આવશે ત્યારે સિંહોની સંખ્યા વધશે એવો વનતંત્ર તથા જંગલ નજીકના ગ્રામજનોમાંથી સુર ઉઠી રહ્યો છે. ત્યારે સિંહોની સંખ્યામાં વધારો થશે અને ગીરની શાનમાં પણ વધારો થશે.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/28/lions-increased-by-five-times-in-revenue-area-916610.html

No comments: