Saturday, May 1, 2010

સાવજોના સ્વાદ શોખમાં પણ વિસ્તારો મુજબ વૈવિઘ્ય.

Monday, Apr 26th, 2010, 12:07 am [IST]  
Nimish Thacker, Junagadh
lion of diffrent area has different tests in girસીઝન પ્રમાણે માનવી પોતાનો ખોરાક બદલે છે. એટલું જ નહીં જુદા-જુદા પ્રદેશોમાં લોકોનો ટેસ્ટ પણ બદલાય છે. વન્ય પ્રાણીઓમાં પણ લગભગ એવું જ હોય છે. વન વિભાગ દ્વારા ખાસ કરીને જુદા-જુદા વિસ્તારોમાં સિંહનાં ખોરાક અંગે પણ વિવિધ ઋતુઓમાં સંશોધન થાય છે. જેમાં વનરાજનાં ટેસ્ટ પણ સ્થળ અને ઋતુની સાથે બદલાતા હોવાનું ઘ્યાને આવ્યું છે.
વન વિભાગ દ્વારા કરાવતા પૃથ્થકરણમાં ગિર પશ્ચીમ વિભાગ હેઠળનાં વિસ્તારોમાં ઉનાળા દરમ્યાન ૫૨ ટકા સિંહો ચિતલ, ૧૬.૭૭ ટકા સાબર, ૧૨.૪૨ ટકા નિલગાય, ૧૫.૦૮ ટકા કેટલ અને ૭૧ ટકા જંગલી ભુંડનો શિકાર કરે છે. ચોમાસા દરમ્યાન આ વિસ્તારમાં ૪૭.૩૩ ટકા ચિત્તલ, ૧૨.૮૪ ટકા સાબર, ૧૦.૭૪ ટકા નિલગાય, ૨૫.૯૧ ટકા કેટલ, ૨.૫૦ ટકા જંગલી ભૂંડ અને ૦.૬૧ ટકા ચિંકારાનો શિકાર કરે છે.
જ્યારે શિયાળામાં ગિર પશ્ચીમ વિભાગ હેઠળનાં વિસ્તારોમાં ૫.૮૪ ટકા સિંહો ચિત્તલ, ૧૫.૩૨ ટકા સાબર, ૧૫.૪૭ ટકા નિલગાય, ૧૩.૫૫ ટકા કેટલ, ૧.૦૪ ટકા જંગલી ભૂંડ, ૦.૧૦ ટકા ચિંકારા અને ૦.૬૮ ટકા અન્ય પ્રાણીઓનો શિકાર કરે છે. આ થઇ એક વિસ્તારની વાત.ગીર પૂર્વ વન વિભાગ ધારીનાં સિંહો જો કે, ચિત્તલ અને નિલગાયનો સરખા પ્રમાણમાં જ શિકાર કરે છે. આ વિસ્તારમાં સિંહો જો કે, ગાય-ભેંસ જેવા પાલતુ પશુઓ ઉપર પ્રમાણમાં વધુ હૂમલા કરે છે. જ્યારે ભાવનગર વન વિભાગનાં સિંહો કોઇ પણ ઋતુમાં નિલગાયનો જ શિકાર વધુ પ્રમાણમાં કરે છે. આ વિસ્તારમાં ચિત્તલની સંખ્યા ઓછી હોય કે ગમે તે પરંતુ નિલગાય બાદ કેટલ ઉપર પસંદગી ઉતારે છે. ટૂંકમાં વનરાજ પણ ભાવતા પ્રાણીઓ પર પ્રથમ તરાપ મારવાનું ચૂકતો નથી.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/26/lion-of-diffrent-area-has-different-tests-in-gir-909827.html

No comments: