
કોડીનારઃકોડીનાર
તાલુકાનાં આણંદપુર ગામે મહારાષ્ટ્રનાં શ્રમિકો શેરડી કટાઇનાં કામ માટે
આવેલા હોય અને સોમવારે ગામનાં ઝાંપે ઉમાભાઇનો 8 વર્ષનો પુત્ર દાદુ રમી
રહ્યો હતો ત્યારે અચાનક દીપડાએ આવી ચઢી દાદુને જડબામાં જકડી લીધો હતો. આ
દ્રશ્ય પિતા ઉમાભાઇનાં નજરે પડતા હિંમત ગુમાવ્યા વગર દીપડાને બાથ
ભરીને સામનો કરીને દીપડાનાં સકંજામાંથી પુત્રને બચાવી લીધો હતો. દીપડાનાં
તીક્ષ્ણ દાંતોથી દાદુને મ્હોનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત
બાળકને પ્રાંચી 108નાં ડો. ઉષાબેને રાનાવાળા હોસ્પિટલે સારવારમાં ખસેડ્યો
હતો. દીપડા સાથેની ઝપાઝપીમાં ઉમાભાઇ પણ લોહીલુહાણ થયા હતા.
No comments:
Post a Comment