Monday, January 30, 2017

અમરેલી: લોઠપુર ગામમાં સિંહે મારી લટાર, હુમલો કરતાં ખેડૂતે કરી બૂમાબૂમ

અમરેલી: લોઠપુર ગામમાં સિંહે મારી લટાર, હુમલો કરતાં ખેડૂતે કરી બૂમાબૂમ,  amreli news in gujarati Jaidev Varu, Rajula | Jan 24, 2017, 03:12 AM IST

અમરેલી:જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે આજે વહેલી સવારે એક સિંહણ ઘરમા ઘુસી ગઇ હતી. ત્યારે ઘરધણી ઘરની બહાર નીકળતા સિંહણે દોટ મુકી તેના પર હુમલો કરી દીધો હતો. જો કે રાડારાડ મચાવતા સિંહણ નાસી છુટી હતી. ઘટનાને પગલે ગામમા ફફડાટ ફેલાઇ ગયો હતો. ઘાયલ ખેડૂતને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યા હતા.

રાજુલા જાફરાબાદ પંથકમા સાવજોની સંખ્યા વધી રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. ત્યારે જાફરાબાદ તાબાના લોઠપુર ગામે આજે વહેલી સવારે અહી રહેતા જાદવભાઇ ભોળાભાઇ મકવાણા નામના ખેડૂત પોતાના ઘરની બહાર નીકળતા જ સિંહણે તેના પર હુમલો કરી દીધો હતો.
 
જાદવભાઇ કંઇ સમજે તે પહેલા સિંહણ તેમને ઘાયલ કરી નાસી છુટી હતી. બાદમા તેમણે દેકારો મચાવતા ઘરના સભ્યો પણ જાગી ગયા હતા અને ઘર બહાર દોડી આવ્યા હતા.  ઘટનાને પગલે ગામમા ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. ઘાયલ જાદવભાઇને તાત્કાલિક રાજુલા દવાખાને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા અને વનવિભાગને જાણ કરવામા આવતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો. અને તપાસ હાથ ધરી હતી. ગ્રામજનોએ વનવિભાગ દ્વારા પેટ્રોલીંગ વધારવામા આવે તેવી માંગ કરી હતી.
 
અન્ય એક ઘરમા સિંહ અને સિંહણ ઘુસી ગયા હતા. અને બાદમા એક સિંહણ ઘરમા ઘુસી ખેડૂત પર હુમલો કર્યો હતો.

No comments: