
ઊનાઃઊના
પંથકનાં ગ્રામ્ય વિસ્તારમાં વન્યપ્રાણીઓએ માનવ વસવાટમાં પોતાનું કાયમી
રહેણાક કર્યુ હોય તેમ નાઘેર પંથક નજીક આવેલ જંગલ વિસ્તારમાં દીપડાની સંખ્યા
કરતા ગ્રામ્ય વિસ્તારમાં દીપડા વધુ જોવા મળતા હોય તેમ લગભગ મોટા ભાગનાં
દિવસોમાં દીપડો જોવા ન મળ્યો હોય તેવુ બન્યુ ના હોય ત્યારે તાલુકાનાં
કાણકબરડા ગામની સીમમાં પણ માનવ વસવાટની આસપાસ દીપડો છેલ્લા ઘણા સમયથી
રંજાડતો હોય ગતરાત્રીનાં સમયે ગંભીરસિંહ ખેંગારસિંહનો આંબાનો બગીચો આવેલ
હોય અને શિકારની શોધમાં આવી ચડેલા દીપડાએ વાડીમાં બાંધેલ ગાયનો શિકાર કરી
મિજબાની માણી હતી. તેમજ ઘણી વખત શિકારની શોધમાં દિપડો રાત્રીનાં સમયે
ગામમાં પણ લટાર મારી જતો હોવાનુ ગ્રામજનોમાંથી જાણવા મળી રહ્યુ છે. વનવિભાગ
દ્વારા પાંજરે પૂરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામેલ છે.
No comments:
Post a Comment