Monday, January 30, 2017

ધારીના વીરપુરમાં મારણ કરનાર સિંહણનું મોત,વાઇરલ થયો હતો વીડિયો

ધારીના વીરપુરમાં મારણ કરનાર સિંહણનું મોત,વાઇરલ થયો હતો વીડિયો,  amreli news in gujarati Bhaskar News, Amreli | Jan 06, 2017, 02:02 AM IST

અમરેલીઃ તાજેતરમા ધારી તાલુકાના વિરપુર ગામની ભર બજારે એક વૃધ્ધ સિંહણે વાછરડીનુ મારણ કર્યાનો વિડીયો વાયરલ થયો હતો. આ સિંહણને જસાધારના એનીમલ કેર સેન્ટરમા રખાઇ હતી પરંતુ ગઇકાલે તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા વસતા સાવજ પરિવારની એક સિંહણનુ મોત થયાનુ બહાર આવ્યું છે. થોડા દિવસ પહેલા ધારીના વિરપુર ગામે આ સિંહણ બજારમા આવી ચડી હતી અને એક વાછરડીનુ મારણ કર્યુ હતુ. ધોળા દિવસે તેણે આ મારણ કર્યુ હોય જોતજોતામા ગામ લોકો એકઠા થઇ ગયા હતા અને વનવિભાગને પણ જાણ કરવામા આવી હતી. વનવિભાગના સ્ટાફે મહામુસીબતે આ સિંહણને ગામ બહારખસેડી હતી.

આ દરમિયાન તેની પાછળ ગાડી દોડાવાતા અને લાકડી મારવાનો પ્રયાસ થતા વિવાદ પણ સર્જાયો હતો. મારણ પરથી નહી હટવાની આદત ધરાવતી આ સિંહણને વનતંત્રએ પાંજરે પુરી જસાધારના એનીમલ કેર સેન્ટરમા ખસેડી હતી. ગઇકાલે આ સિંહણુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. જેને પગલે સિંહપ્રેમીઓને આંચકો લાગ્યો હતો.  આ સિંહણ મારણ કરી મારણ પર બેસી રહેવાની આદત ધરાવતી હતી.

No comments: