Tuesday, January 31, 2017

વિસાવદરમાં બચ્ચાંને મારી નાખતા વિફરેલી દીપડીએ દીપડાનું પૂંછડું કાપ્યું

Bhaskar News, Junagadh | Jan 23, 2017, 01:12 AM IST

    વિસાવદરમાં બચ્ચાંને મારી નાખતા વિફરેલી દીપડીએ દીપડાનું પૂંછડું કાપ્યું,  junagadh news in gujarati
વિસાવદરઃ વિસાવદરનાં પ્રેમપરાની સીમમાં આંબાજળ નદીનાં કાંઠે પરેશભાઇ ગાઠાણીની વાડીની નજીક આવેલ પુલ ઉપરથી પસાર થતા પરેશભાઇએ દિપડીને જોઇ પરંતુ દિપડી ત્યાંથી દુર ન જતા તેને શંકા ગઇ કે કંઇક અજુગતુ બન્યું છે. જેથી તેણે નજીક જઇ તપાસ કરી તો દિપડી તેના મૃત બચ્ચાની પાસે બેઠી હતી. જેથી પરેશભાઇએ વન વિભાગને જાણ કરતા વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે આવી દિપડીને દુર ખસેડવા પ્રયત્નો કર્યા હતા.

પરંતુ પોતાનાં વ્હાલસોયા બચ્ચાનાં મૃત્યુંથી ઉશ્કેરાયેલી દિપડી તેના બચ્ચાનાં મૃતદેહથી દુર જતી ન હતી. વાડી માલિકનાં જણાવ્યા પ્રમાણે તા.19ની મોડી રાત્રીનાં દિપડો અને દિપડી વચ્ચે મેટીંગ માટે જીવસટોસટની બાજી ખેલાઇ હતી. દિપડી પર પ્રભૂત્વ જમાવવાની કોશિષમાં દિપડી ઓર વિફરી હતી અને તેણે દિપડાનું પૂંછડું કાપી નાખ્યું હતું.

No comments: