ચાલુ
વર્ષે સામાન્ય વર્ષ કરતાં વહેલા આંબે મોર આવી ગયો છે. તેમજ બજારમાં પણ
ખાખડી વહેલી આવી ગઇ છે. વાતાવરણ અનુકુળ રહ્યું તો ચાલુ વર્ષે કેસર કેરીનું
ઉત્પાદન વધુ થવાની શકયતા છે. બે દિવસથી ઝાકળ આવતાં ખાખડી આંબામાંથી ખરી રહી
છે. તસ્વીર-ભાસ્કર
સોરઠકેસર કેરી માટે પ્રખ્યાત છે. ઉનાળામાં વિપુલ પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થાય છે. ઉનાળા દરમિયાન બજારમાં કેરી આવતી હોય છે.તેનાં એકાદ માસ પહેલા બજારમાં ખાખડી આવે છે. પરંતુ ચાલુ વર્ષે આંબામાં વહેલા મોર આવી ગયા છે અને ખાખડી થવા લાગી છે. જૂનાગઢની બજારમાં ખાખડીનું આગમન થયું છે. સામાન્ય વર્ષો કરતા એક માસ વહેલુ આગમન થયું છે. જૂનાગઢની બજારમાં ખાખડીનાં છૂટકભાવ 200 રૂપિયાથી લઇને 400 રૂપિયા છે. જેમાં નાના ખાખડીનાં કિલાનાં 200 રૂપિયા થી 250 રૂપિયા છે. જયારે મોટી ખાખડિનાં 400 રૂપિયા ભાવ છે. જૂનાગઢની બજારમાં ખાખડીનું આગમન થતા કેરીનાં શોખીનોને મોજ પડી ગઇ છે.
વાતાવરણ જળવાઇ રહ્યું તો ઉત્પાદન વધુ થશે
ખાખડીનાં કિલોનાં 200થી 400 રૂપિયા ભાવ

No comments:
Post a Comment