Wednesday, February 28, 2018

પોલીસ સ્ટેશનમાં પ્લાસ્ટિકની પ્યાલીમાં ચા પીવા પર પ્રતિબંધ

DivyaBhaskar News Network | Last Modified - Feb 27, 2018, 05:15 AM IST
હાલના સમયમાં પ્લાસ્ટીકના વાસણો કે અન્ય કોઈ રીતે તેમાં ખાદ્ય પ્રદાર્થ લેવાના ગેરફાયદાઓ ની વાતો સંભાળતી રહે છે....
પોલીસ સ્ટેશનમાં પ્લાસ્ટિકની પ્યાલીમાં ચા પીવા પર પ્રતિબંધ
પોલીસ સ્ટેશનમાં પ્લાસ્ટિકની પ્યાલીમાં ચા પીવા પર પ્રતિબંધ
હાલના સમયમાં પ્લાસ્ટીકના વાસણો કે અન્ય કોઈ રીતે તેમાં ખાદ્ય પ્રદાર્થ લેવાના ગેરફાયદાઓ ની વાતો સંભાળતી રહે છે. છતા લોકો પ્લાસ્ટિકના પાત્રમાં ચા, કોફી અને અન્ય પદાર્થો ખાવાનુ ટાળવામાં આળસ દાખવે છે અને સમય જતા ગંભીર સ્વાસ્થય પરિસ્થિતિનો સામનો કરે છે. જોકે આ ગંભીરતાને ધ્યાને લઈ જૂનાગઢ ના પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયાની સુચનામાં નાયબ પોલીસ અધિક્ષક એમએસ રાણા એ માનવ,પર્યાવરણ અને પ્રા‌‌‌ણીઓના હીતમાં જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશન માં પ્લાસ્ટીક ની પ્યાલીમાં ચા પીવા તેમજ પ્લાસ્ટીકની કોથળીમાં ચા મંગાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેના સ્થાને ચાની કીટલી અથવા કાચની પ્યાલાના ઉપયોગ કરવાની સુચના આપવામાં આવી છે. પોલીસના જવાનોને સતત કાર્યશીલ રહેવુ પડતુ હોય છે. જેથી તેમના સ્વાસ્થય ને લઈને લેવામાં આવેલો નિર્ણય સરાહનીય છે. સામાન્ય રીતે પોલીસ હોય કે લોકો પ્લાસ્ટીક પ્યાલી કે બેગને ઉપયોગ કર્યા બાદ ફેકી દેતા હોય છે જેથી કચરામાં વધારો થાય છે. જોકે આજ કચરો પછી ગાય જેવા પ્રાણીઓ ચાવતા જોવા મળે છે જેથી ફકત ચા પીવા માટે વપરાયેલી પ્યાલી માનવ પર્યાવરણ અને પ્રાણી ત્રણેયને નુકશાન પહોંચાડે છે. પોલીસ અધિક્ષકની સુચના બાદ મોટાભાગનાં પોલીસ સ્ટેશનોમાં અમલવારી શરૂ થઇ ગઇ છે.

શુ નુકશાન થાય છે? | પ્લાસ્ટીક ની પ્યાલી ખુબજ હલ્કા મટીરીયલથી બનાવવામાં આવે છે.જે પ્લાસ્ટીક સાથે ગરમ ચા સંપર્કમાં આવવાથી કાર્સિલોજનીક તત્વો ઉત્પન થાય છે, જે લાંબા ગાળે માણસને આંતરડાના કેન્સરનુ કારક બને છે.જેથી પ્લાસ્ટીકની પાત્રોમાં ખાદ્ય પદાર્થો લેવા ટા‌ળવા જોઈએ.અને બાયોડીગ્રેબલ , કાગળ અને કાચના વાસણમાં ખાદ્ય પદાર્થ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. - ડો.ચંદ્રેશ વ્યાસ, જૂનાગઢ જિલ્લા આઈ.ડી.એસ.પી.

No comments: