Friday, March 29, 2019

પરીતળાવે 1 બચ્ચા સાથે દિપડી આવી ચઢી, કૂતરાનું મારણ કર્યું

ઉનાળાની ઋતુને કારણે જંગલમાં પાણી અને શિકાર ન મળતા હિંસક વન્ય પ્રાણીઓ શહેરી વિસ્તાર તરફ વળ્યા છે જૂનાગઢ...

DivyaBhaskar News Network | Updated - Mar 20, 2019, 02:46 AM
Junagadh News - there was a hawk with a cubs in the village and they killed the dog 024607
જૂનાગઢ શહેર મધ્યે આવેલા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પરીતળાવમાં આજે સવારે 8:30 વાગ્યાના અરસામાં એક સિક્યોરિટી ગાર્ડે લોહીનાં નિશાન જોતાં તેનું પગેરું મેળવ્યું હતું.

આ પગેરું પરિતળાવમાંથી નિકળતા એક 100 ફૂટ લાંબા અને સાડા ત્રણ ફૂટ પહોળા પાઇપવાળા નાળા સુધી પહોંચ્યા હતા. નાળામાં જોતાં તેમાં એક દિપડી પોતાના એક બચ્ચા સાથે બેઠેલી જોવા મળતાં તેણે ઉપરી અધિકારીઓને જાણ કરી હતી.

આ અંગે કૃષિ યુનિ. સત્તાવાળાઓએ વનવિભાગને જાણ કરતાં વનવિભાગનો સ્ટાફ પાંજરા સાથે પરિતળાવ પહોંચ્યો હતો. અને દિપડીને પકડવા પાંજરું ગોઠવ્યું હતું. જોકે, મોડી સાંજ સુધી દિપડી બચ્ચાં સાથે નાળાનાં ભૂંગળામાંજ બેસી રહી હતી. અને મોડી સાંજે 8 વાગ્યે તે પાછી જંગલ તરફ જવા નિકળી ગઇ હતી. આથી વનવિભાગનો સ્ટાફ પણ પરત ફર્યો હતો.

દરમિયાન દિપડાની હાજરીને પગલે પરિતળાવમાં લોકોની અવરજવર બંધ કરી દેવાઇ હતી. દિપડાને લીધે કર્મીઓમાં ભય ફેલાયો છે.

કર્મચારી બગીચામાં એકલા જતા નથી

કૃષિ યુનિવર્સિટી ખાતે ચીકુનો બગીચો આવેલો છે. આ બગીચામાં કર્મીઓ બગીચાની સારસંભાળ માટે જતા હોય છે. જોકે, દિપડાએ દેખા દેતાં કર્મીઓ એકલા જતાં પણ ડરે છે અને ત્રણ-ચાર કર્મીઓ સાથે જ જાય છે.

કર્મચારી સામે ઘુરકીયા કર્યા |કૃષિ યુનિ. માં થોડા દિવસ પહેલા પણ આ દિપડો ચડી આવ્યો હતો. દરમિયાન કૃષિ યુનિવર્સિટીમાં કામ કરી રહેલા એક સામે દિપડાએ ઘુરકીયા કર્યા હતા. જો કે આજુબાજુમાં કામ કરતા અન્ય કર્મચારીઓએ હાકલા-પડકારા કરતા દિપડો નાસી છુટ્યો હતો.

દિવાળીથી અત્યાર સુધીમાં ચાર મોરનું મારણ કર્યું

કૃષિ યુનિવર્સિટીમાં મોરની સંખ્યા વધારે હોઇ દિપડાને આસાનીથી શિકાર મળી રહે છે. આથી તે અહીં અવારનવાર આવી ચઢે છે. દિવાળીથી અત્યાર સુધીમાં દિપડાએ અહીં 4 મોરનો શિકાર કર્યો છે. તેમજ કુતરાનો પણ શિકાર કરતો હોવાનું કર્મીઓમાં ચર્ચાઇ રહ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-there-was-a-hawk-with-a-cubs-in-the-village-and-they-killed-the-dog-024607-4161641-NOR.html

No comments: