Friday, March 29, 2019

પાજોદ ગામમાં 3 હજારથી વધુ ચકલી ઘર અને પાણીનાં કુંડા મૂક્યા

છેલ્લા સાત વર્ષથી એક ખેડૂતનો અનેરો પક્ષી પ્રેમ પોતાના પૈસા ખર્ચી પક્ષીઓ માટે ઘર બનાવે છે અને પોતે જ લગાવી...

DivyaBhaskar News Network | Updated - Mar 20, 2019, 02:46 AM
સામાન્ય રીતે ઉનાળો આવતાની સાથે જ સૌ કોઇ પક્ષીઓ માટે પાણીના કુંડાઓ મુકવા માંડે છે જેથી પક્ષીઓને ઉનાળાના આકરા તાપમાં સરળતાથી પાણી મળી રહે પરંતુ માણાવદર તાલુકાના પાજોદ ગામના રમેશભાઇ કાસુન્દ્રા છેલ્લા સાતેક વર્ષથી પક્ષીઓ માટેના માળા, પાણીના કુંડા વગેરે બનાવી લોકોને વિતરણ કરી અનેરી સેવા પુરી પાડી રહ્યાં છે. અત્યાર સુધીમાં આજુબાજુના ગામડાઓમાં 12 હજાર થી વધુ ચકલીઘરનું વિતરણ કરી ચુક્યાં છે.

પાજોદ ગામ જાણે કે ચકલીઓનું ગામ બની ગયુ હોય તેમ ગામનાં ઘરે ઘરે તેમજ મંદિર, દુકાનો દરેક જગ્યાઓ પર તેઓએ ચકલી માટેના માળાઓ અને કબુતર માટે ટોપલીઓ લગાવી છે. આ અંગે રમેશભાઇ કાસુન્દ્રાના જણાવાયા અનુસાર, તેઓએ અત્યાર સુધીમાં 3 હજારથી વધુ ચકલી ઘર, 200 થી વધુ કબુતરની ડાલીઓ તેમજ 300 જેટલા પાણીના કુંડા મુક્યા છે. ચકલી એક એવુ પક્ષી છે જે માનવ વસાહતની વચ્ચે જ રહે છે. આ ચકલી એક સમયે લુપ્ત થવાને આરે હતી ત્યારે ચકલી બચાવો ઝુંબેશ પણ હાથ ધરાઇ હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-in-the-village-of-pahejad-more-than-3000-sparrows-were-kept-in-the-house-and-water-kundas-024559-4161653-NOR.html

No comments: