Friday, March 29, 2019

ભવનાથ સ્થિત મુચકુંદ ગુફા પાસેના જંગલમાં કચરાના ઢગમાં આગ ભભૂકી

જૂનાગઢ ફાયર વિભાગે 5000 લિટર પાણીનો મારો ચલાવી આગ બૂઝાવી

DivyaBhaskar News Network | Updated - Mar 19, 2019, 02:36 AM
ભવનાથ સ્થિત મુચકુંદ ગુફા પાછળના જંગલમાં પડેલા કચરાના ઢગમાં સોમવારે બપોર બાદ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે ઘટનાની જાણ થતા ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ અંગે ફાયર વિભાગે આપેલી માહિતી મુજબ ભવનાથમાં દામોદર કુંડ નજીક આવેલ મુચકુંદ ગુફા પાછળના ભાગે કચરાના ઢગ પડયા હતા. શિવરાત્રી મેળા દરમિયાન કોઇએ કચરાના ઢગ રાખી દીધા હતા જેમાં અચાનક આગ લાગી હતી. દરમિયાન આગની ઘટનાની જાણ થતા ફાયર વિભાગના મુળુભાઇ ભારાઇ, ઉમેશ સોલંકી,રાજીવ ગોહિલ,રવિ ચુડાસમા,ભાવેશ વરૂ,રાહુલભાઇ વગેરે સ્ટાફ તુરત દોડી ગયો હતો અને 5000 લીટર પાણીનો મારો ચલાવી આશરે 30 મિનીટ બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. દરમિયાન ફાયર સ્ટાફે વધુમાં જણાવ્યું હતું કે જો આગ કાબુમાં આવી ન હોત તો જંગલમાં પ્રસરી જાત અને તો આગ પર કાબુ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સંભાવના હતી, કારણકે આગળનો રસ્તો અત્યંત સાંકડો છે જયાં મોટી ગાડી લઇ જઇ શકાય તેવી સ્થિતી જ નથી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-fire-brigade-in-the-trash-canopy-in-the-forest-near-the-muchkund-cave-located-in-bhavnath-023628-4153480-NOR.html

No comments: