
DivyaBhaskar.com | Updated - Mar 12, 2019, 12:11 AM
દીપડા સાથે જોવા મળેલો શખ્સ
- ગીર જંગલના ગ્રામ્ય પંથકની તસવીરો હોવાનું અનુમાન
અમરેલી: અમરેલીમાં એક વાડીમાં આવી ચઢેલા એક દીપડાના બચ્ચાં
સાથે ખેત મજૂરની ધીંગામસ્તી અને ભાઈબંધી જેવા વ્યવહારના ફોટા આજે સોશિયલ
મીડિયામાં ફરતો થયો હતો. આ તસવીરને લઇ દિવ્ય ભાસ્કરને તપાસ શરૂ કરી હતી.
પરંતુ આ ફોટા ચોક્કસપણે ક્યાંના છે એની માહિતી મળી શકી નહોતી. વનવિભાગનાં
સીસીએફ વસાવડાએ પણ તપાસ શરૂ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, માત્ર ફોટાનાં
આધારે ચોક્કસ ક્યો વિસ્તાર કે વ્યક્તિ કોણ છે એનો ખ્યાલ ન આવી શકે. (જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-few-person-click-photos-with-leopard-near-gir-forest-gujarati-news-6032906-NOR.html
No comments:
Post a Comment