દર્શનાર્થીઓને 3 કિમી જંગલમાં ચાલીને જવું પડે છે

ગીરજંગલ વિસ્તારના ગીરગઢડા તાલુકાના જામવાડાથી ત્રણ કિ.મી. અંદર આવેલ પૌરાણીક બથેશ્વર મંદિર જવાનો માર્ગ અચાનક વનવિભાગ દ્વારા એક માસથી બંધ કરી દેવાતા મંદિર પર દર્શનએ આવતા દર્શનાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. મંદિરમાં પુજારીના બાળકોને પણ અભ્યાસ હેતુ અવરજવર કરવા વનવિભાગનો ગેટ ઠેકી જવું પડતુ હોય આ બાબતે પુજારી અને દર્શનાર્થીઓએ ગેઇટ તાત્કાલીક ખોલવા ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.
પૌરાણીક મંદિર બથેશ્વરના પુજારી બાવાજી વજેરામ જીણારામ હરીયાણીએ વનવિભાગ અને જેતે વિસ્તારના રાજકિય અગ્રણી અને તંત્રને રજુઆત કરી જણાવેલ કે વર્ષો જુના આ મંદિર જામવાળા ત્રણ કિ.મી. જંગલ વિસ્તારમાં આવેલ છે. અને માલીકીની સેટલમેન્ટની જમીનમાં પૌરાણીક મંદિર બથેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત હોવાથી મહાદેવના દર્શને અનેક ધર્મપ્રેમી અને વનવિભાગ સેટલમેન્ટમાં રહેતા લોકો પુજાપાઠમાં પુજારી અને તેના ત્રણ ભાઇઓના પરીવારનું કાયમી રહેઠાણ છે. જમીનમાં ખેતિકામ કરી પોતાના પરીવારનું ભરણ પોષણ કરી રહ્યા છે. મંદિરે ધાર્મિક પ્રવૃતિ માટે આવતા દર્શનાર્થીઓને વન્ય વિભાગ દ્વારા અટકાવી પરેશાન કરવામાં આવે છે. આ વિસ્તારમાં વનવિભાગ શિબીરો પણ યોજે છે. પરંતુ મંદિરે જવાનો મુખ્ય ગેઇટ બંધ કરી આવવા જવાનો માર્ગ છેલ્લા એક માસથી બંધ કરવામાં આવેલ હોય ભારે મુશ્કેલી ઉભી કરી છે. આ માર્ગને કોઇપણ કારણોસર બંધ કરાતા આ અંગે વનવિભાગ કોઇ જવાબ ન આપતા બાળકોને ત્રણ કિમી ચાલી જવું પડતા વન્યપ્રાણીઓના ડરથી બાળકો ભય અનુભવી રહ્યા છે.
વનવિભાગમાં કોઇ સાંભળતુ નથી : પુજારી
બાવાજી પરીવારના ત્રણ ભાઇઓની સટેલમેન્ટની જમીનમાં પૌરાણીક મંદિર પણ હોય રસ્તો બંધ કરી દેવાતા આ પરીવારની રજુઆતો વનવિભાગને અન્ય તંત્ર સાંભળતુ ન હોવાના કારણે પરીવારનો ખેતીવાડી વ્યવસાય પણ નિષ્ફળ જતાં આર્થિક બેરોજગાર બની રહ્યા છે. તસવીર- જયેશ ગોંધીયા
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-the-road-to-the-temple-of-jhama-the-temple-of-purnesh-stopped-040132-4223588-NOR.html
No comments:
Post a Comment