Friday, March 29, 2019

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં શિકારની લાલચે દિપડો અવારનવાર ઘુસી આવે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં શિકારની લાલચે દિપડો અવારનવાર ઘુસી આવે છે. દરમ્યાન ગત રાત્રિનાં સમયે એક બચ્ચા સાથે...

DivyaBhaskar News Network | Updated - Mar 20, 2019, 02:52 AM
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં શિકારની લાલચે દિપડો અવારનવાર ઘુસી આવે છે. દરમ્યાન ગત રાત્રિનાં સમયે એક બચ્ચા સાથે આવી ચઢેલી એક દિપડીએ એક કૂતરાંનું મારણ કર્યું હતું. આથી વનવિભાગને જાણ કરાતાં આખો દિવસ વનવિભાગે પાંજરું ગોઠવ્યું હતું. જોકે, દિપડી આખો દિવસ એક નાળાંના પાઇપમાં બેસી મોડી સાંજે પાછી જતી રહી હતી.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પરીતળાવમાં આજે સવારે 8:30 વાગ્યાના અરસામાં એક સિક્યોરિટી ગાર્ડે લોહીનાં નિશાન જોતાં તેનું પગેરું મેળવ્યું હતું. આ પગેરું પરિતળાવમાંથી નિકળતા એક 100 ફૂટ લાંબા અને સાડા ત્રણ ફૂટ પહોળા પાઇપવાળા નાળા સુધી પહોંચ્યા હતા. નાળામાં જોતાં તેમાં એક દિપડી પોતાના એક બચ્ચા સાથે બેઠેલી જોવા મળતાં તેણે ઉપરી અધિકારીઓને જાણ કરી હતી. આ અંગે કૃષિ યુનિ. સત્તાવાળાઓએ વનવિભાગને જાણ કરતાં વનવિભાગનો સ્ટાફ પાંજરા સાથે પરિતળાવ પહોંચ્યો હતો. અને દિપડીને પકડવા પાંજરું ગોઠવ્યું હતું. મોડી સાંજ સુધી દિપડી બચ્ચાં સાથે નાળાનાં ભૂંગળામાંજ બેસી રહી હતી. અને મોડી સાંજે 8 વાગ્યે તે પાછી જંગલ તરફ જવા નિકળી ગઇ હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-in-junagadh-agricultural-university-the-lion-will-often-come-under-the-hunt-of-prey-025238-4165841-NOR.html

No comments: