Friday, March 29, 2019

પાંજરાપોળમાં પોપટ ક્યાંથી આવ્યા તેની તપાસ હાથ ધરાશે

પાંજરાપોળમાં વનવિભાગે રેડ કરીને 35 પોપટ અને 1 નીલગાય કબજે કરી છે. તે મામલે કાગળની કાર્યવાહી પત્યા બાદ દંડ માટે...

DivyaBhaskar News Network | Updated - Mar 16, 2019, 03:01 AM
પાંજરાપોળમાં વનવિભાગે રેડ કરીને 35 પોપટ અને 1 નીલગાય કબજે કરી છે. તે મામલે કાગળની કાર્યવાહી પત્યા બાદ દંડ માટે શુક્રવારે નિર્ણય લેવામાં આવનાર હતો. તે માટે ડીસીએફ એમ.એમ. મુનિએ પાંજરાપોળના સંચાલકોને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે આ પોપટ ક્યાંથી આવ્યા. જવાબમાં જાણવા મળ્યું કે કોઇ ઘાયલ કે માંદા હોય ત્યારે લોકો મૂકી જતા હોય છે. જે લોકો પ્રાણીઓ મૂકી જાય છે તેમની વિગતો રાખવામાં આવે છે કે કેમ તે પૂછવામાં આવતા પાંજરાપોળના સંચાલકોએ વ્યવસ્થા હોવાની વાત કરી હતી આથી ડીસીએફએ તમામ પોપટ અને નીલગાય ક્યારે અને કોણ લઇ આવ્યું તે વિગતો મગાવી છે. આ અંગેની વધુ તપાસ એસીએફને તપાસ સોંપવામાં આવી હોવાનું તેમજ દિવ્યરાજ શાહના ફાર્મહાઉસ પરથી 3 મૃત કાચબાની ઢાલ મળી આવી છે જે શિડ્યૂલ-1 છે કે નહિ તેની ખરાઈ માટે એફએસએલમાં મોકલવામાં આવશે તેમ ડીસીએફ એમ.એમ.મુનિએ જણાવ્યું હતું.

પાંજરાપોળ અને કાળીપાટ સ્થિત દિવ્યરાજ શાહના ફાર્મ હાઉસ પરથી જે પશુ અને પક્ષીઓ વનવિભાગે કબ્જે લીધા છે તે તમામને જૂનાગઢના સકકરબાગ ઝૂમાં મોકલવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-check-out-where-the-parrot-came-from-030112-4135087-NOR.html

No comments: