Friday, March 29, 2019

તુલસીશ્યામ રેન્જના ભાણીયા રાઉન્ડમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો


પ્રતિકાત્મક તસવીર

DivyaBhaskar.com | Updated - Mar 19, 2019, 02:48 PM

પ્રતિકાત્મક તસવીર

  • વનવિભાગે ઇન્ફાઇટથી મોત થયાનું જણાવ્યું   

ખાંભા: તુલસીશ્યામ રેન્જના ભાણીયા રાઉન્ડના સેન્ચુરી વિસ્તારમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો છે. અહીંના ઘાંચીગાળા વિસ્તારમાં સિંહબાળનો મૃતદેહ પડ્યો હોય કોઇ વન વિભાગને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો. વનવિભાગના જણાવ્યા પ્રમાણે આ સિંહબાળની ઉંમર ત્રણ માસની હોવાની અને ઇન્ફાઇટથી મોત થયાનું બહાર આવ્યું છે. ભાણીયા રાઉન્ડના હેડક્વાર્ટરમાં સ્ટાફ રહેવાને બદલે અપડાઉન કરે છે. આથી સિંહોની સુરક્ષામાં વનવિભાગ વામણું પૂરવાર થઇ રહ્યું છે. તેમજ ગીર પૂર્વના વનવિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા છે.
સિંહના 13 નહોરની ઘટનાની તપાસ ઠેરની ઠેર: આ જ તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડમાં અનામત વિડીમાં ફેબ્રુઆરી મહિનામાં એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આ સિંહના 13 નહોર ગાયબ થઈ ગયા હતા. આ ઘટનામાં હજુ સુધી વનવિભાગના અધિકારીઓ 13 નહોર ગાયબની ઘટનાની તપાસમાં કાઈ જ ઉકાળી શક્યા નથી ત્યારે તુલસીશ્યામ રેન્જના અધિકારીઓ આવતા રાઉન્ડ સ્ટાફનો મનમેળના અભાવે હાલ તુલસીશ્યામ રેન્જ સિંહોની સુરક્ષામાં વામણું સાબિત થઇ રહ્યું છે.

(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-three-month-old-lion-cub-death-near-khanbha-gujarati-news-6036108-NOR.html

No comments: