Friday, March 29, 2019

12 વર્ષમાં ચકલીના 1 લાખથી વધુ માળાનું કરાયું નિ:શુલ્ક વિતરણ

નિસર્ગ નેચર કલબ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ ભૂલકાંઓએ ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં ગીત ગાયું

DivyaBhaskar News Network | Updated - Mar 21, 2019, 02:31 AM
જૂનાગઢમાં નિસર્ગ નેચર કલબ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે જેમાં ચકલી બચાવ અભિયાનનો પણ સમાવેશ થાય છે. આ અંગે નિસર્ગ નેચર કલબના ડો. પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા ચબી ચિકસ પ્લે હાઉસ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે નાના ભૂલકાઓએ હર્ષભેર ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહી, આવશો કે નહી ω ગીત ગાઇ ડાન્સ કર્યો હતો. બાદમાં બાળકોને ચકલી અંગે જાણકારી આપી તેમના બચાવ કરવાના સંકલ્પો લેવડાવી નિ:શુલ્કપણે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડો. પાર્થ ગણાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2008થી ચકલી બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં પ્રતિ વર્ષ જૂનાગઢ તેમજ આજુબાજુના ગામડાઓમાં ચકલીના માળાનું વિતરણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં અંદાજે 1 લાખથી વધુ માળાનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે અબોલ પશુ, પક્ષી માટે પીવાના પાણીના કુંડા રાખવા પણ લોકોને અપીલ કરવામાં આવી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-free-delivery-of-more-than-1-lakh-floors-in-12-years-023118-4168592-NOR.html

No comments: