
Bhaskar News, Viktar | Dec 25, 2012, 00:29AM IST
- પ્રકૃતપ્રેમીઓમાં ચિંતાની લાગણી ફેલાઇવિકટરના કથીવદરના બંધારામાંથી આજે ચાર કુંજ પક્ષીઓ બિમાર હાલતમાં મળી આવ્યા હતા. તેમજ એક કુંજ મૃતહાલતમાં મળી આવતા તેને પ્રકૃતપ્રેમીઓએ વનવિભાગની કચેરી ખાતે મોકલવાની વ્યવસ્થા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આ વિસ્તારમાંથી કુલ ૫૩ જેટલા કુંજના મૃતદેહો મળી આવ્યા છે.
કથીવદરના બંધારામાંથી આજે ચાર કુંજ પક્ષીઓ બિમાર હાલતમાં મળી આવ્યા હતા. તેમજ એક પક્ષી મૃત હાલતમાં મળી આવતા પ્રકૃતપિ્રેમી મંગાભાઇ ધાપા, પ્રવિણભાઇ ગોહિલ વગેરેએ કુંજ પક્ષીઓને વનવિભાગની રેંજ કચેરી ખાતે મોકલવાની વ્યવસ્થા કરી હતી. વિકટર, ખેરા,પટવા, ચાંચ બંદર સહિતના વિસ્તારોમાં શિયાળો ગાળવા માટે વિદેશથી પેલીકન, ફલેમીંગો, કુંજ સહિતના પક્ષીઓ અહી આવે છે.
અત્યાર સુધીમાં જુદાજુદા વિસ્તારોમાંથી કુલ ૫૩ જેટલા કુંજ પક્ષીઓના મૃતદેહો મળી આવ્યા છે. વનવિભાગના અધિકારીઓ દ્વારા પણ આ વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ પક્ષીઓના મોત ક્યાં કારણોસર થયા તે અંગેનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. ત્યારે વધુ ચાર બિમાર કુંજ અને એક મૃત હાલતમાં મળી આવતા પ્રકૃતપિ્રેમીઓમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. આ વિસ્તારમાં ગીધની સંખ્યા પણ હોય વનવિભાગ દ્વારા ગીધની સુરક્ષા માટે પણ જરૂરી પગલા લેવામાં આવે તે જરૂરી છે.
No comments:
Post a Comment