Bhaskar News, Junagadh
| Nov 21, 2013, 00:28AM IST

- ઉકળાટ : સિંહ સ્થળાંતરનાં કેસમાં સુપ્રિમ કોર્ટે રાજ્ય સરકારની રીવ્યુ પીટીશન ફગાવતા
- રાજ્ય સરકાર સ્પષ્ટ લડાઈ લડે : ક્યુરેટીવ પિટીશન કરે : સિંહ પ્રેમીઓનો સૂર
એશીયાટીક લાયનનાં પ્રદેશ ગણાતાં સાસણ ગીરનાં સિંહો પૈકીનાં કેટલાકને મધ્યપ્રદેશનાં કુનો પાલપુરનાં અભ્યારણ્યમાં ખસેડવાનાં મુદ્દે સુપ્રીમ કોર્ટની બેન્ચે ગત તા. ૧પમી એપ્રિલે આપેલા આદેશ સામે ગુજરાત સરકારે કરેલી રીવ્યુ પીટીશન તાજેતરમાં ફગાવી દેતાં ફરી સ્થળાંતરનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જયારે સાવજોનાં સ્થળાંતર મુદ્દે રાજય સરકાર સ્પષ્ટ બની લડાઇ લડે અને કયુરેટીવ પીટીશન કરે તે તેવો સુર સિંહ પ્રેમીઓમાંથી ઉઠયો છે. અગાઉ પણ સ્થળાંતરનાં આદેશ પછી સૌરાષ્ટ્રનાં ગામે ગામ સિંહ પ્રેમીઓએ ઝુંબેશ ચલાવી હતી.
સુપ્રિમકોર્ટની બેન્ચે ૧પમી એપ્રિલે આદેશ આપતાંની સાથે જ રાજ્યભરમાં સાસણનાં સિંહોને મધ્યપ્રદેશ સ્થળાંતરનો મુદ્દો ગરમાયો હતો. અને સૌરાષ્ટ્રભરમાં તો આ અંગે વિવિધ નેચર કલબ, અગ્રણીઓ, પ્રકૃતિ વિદો, સહિત નાની-મોટી સંસ્થાઓએ સિંહ સાસણમાં જ રહે એ મુજબની રાજ્ય સરકાર રીવ્યુ પીટીશન કરે એવી બુલંદ માંગ પણ કરી હતી.



સિંહો મધ્યપ્રદેશનાં કુ'નો પાલપુર અભ્યારણ્યમાં લઇ જવાનાં છે. ત્યારે રાજ્યનાં વનમંત્રી ગણપતભાઇ વસાવા હાલ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનાં પ્રચાર અર્થે ગયા છે. દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં રાજ્ય સરકારના પ્રયત્નનાં ગુણગાન ગાઈ તેઓએ કહ્યું હતું કે, અમે ક્યુરેટીવ પીટીશન કરવાનાં જ છીએ.
No comments:
Post a Comment