![સરકડિયા હનુમાનજી મંદિરના મહંતનો ૧૦૦ વર્ષની વયે દેહવિલય સરકડિયા હનુમાનજી મંદિરના મહંતનો ૧૦૦ વર્ષની વયે દેહવિલય](http://i2.dainikbhaskar.com/thumbnail/600x519/web2images/www.divyabhaskar.co.in/2013/11/24/3592_bapu--00.jpg)
ભેંસાણ તાલુકામાં આવેલા સરકડીયા હનુમાનજી મંદિરનાં તેમજ વાંકુના ખારચીયાની જગ્યાનાં મહંત રાઘવદાસ મહારાજ ગુરૂ શત્રુઘ્ન મહારાજનો આજે લાંબી બિમારી બાદ ૧૦૦ વર્ષની જૈફ વયે નિધન થતાં સંતો-મહંતો, બાપુનાં સેવકો સહિત ભાવિકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
રાઘવદાસ મહારાજ મિલનસાર સ્વભાવનાં કારણે સેવકોમાં તથા સોરઠભરમાં આદરણીય સ્થાન ધરાવતા હતા. આજે તેમનાં પાર્થિવદેહને ભવનાથ તળેટીમાં આવેલા સોનાપુરી સ્મશાન ખાતે સૌરાષ્ટ્રભરનાં સંતો-મહંતો અને ભાવિકોની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધીથી તેમનાં શિષ્ય હરીદાસ મહારાજ દ્વારા અગ્નિ સંસ્કાર
કરાયા હતા.
No comments:
Post a Comment