
- Bhaskar News, Visavadar
- Jun 30, 2015, 11:14 AM IST
વિસાવદરમાં વન્ય પ્રાણીઓનાં ધામાથી લોકોમાં ગભરાટ
વિસાવદર: વિસાવદર પંથકમાં થોડા દિવસ પૂર્વે પ્રેમપરામાં ભરબજારમાં આંટો મારી મકાનમાં ઘુસી ગયા બાદ રવિવારે સરસઇ ગામે એક યુવાનને ઘાયલ કર્યો અને આજે મોણીયા ગામે દીપડી કુવામાં ખાબકી ગઇ હતી.
વિસાવદરનાં સરસઇ ગામે જયેશ વિઠ્ઠલભાઇ સાવલીયાનું ઘર અને ખેતર બાજુમાં જ હોય રવિવારે ઓરડીનો દરવાજો ખોલતા જ અંદર લપાઇને બેસેલા દીપડાએ હુમલો કરી દઇ માથા અને હાથનાં ભાગે ઇજા પહોંચાડી હતી. તેમને પ્રથમ વિસાવદર અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડ્યા હતા. જ્યારે વન તંત્રએ દીપડાને પકડવા પાંજરૂ ગોઠવી દીધું છે. જ્યારે આજે મોણીયા ગામે સીમમાં આવેલ અરવિંદભાઇ નારણભાઇ અમીપરાનાં ખેતરનાં કુવામાં 7 વર્ષની દીપડી ખાબકી જતાં આરએફઓ આર.ડી.વંશ અને સ્ટાફે દોડી જઇ રેસ્કયુ કરી તેને બહાર કાઢી સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી આપી હતી.
માંગરોળનાં શેપામાંથી દીપડી પાંજરે કેદ
માંગરોળનાં શેપા ગામેએક મકાનમાં ત્રણ બચ્ચાને જન્મ આપનાર દીપડી પણ પાંજરે પુરાઇ હતી.
સુત્રાપાડાનાં લોઢવામાં ત્રણ બચ્ચા સાથે દીપડી પાંજરે પુરાઇ
સુત્રાપાડા: સુત્રાપાડાનાં લોઢવા ગામની કરમડીયા સીમમાં ઘણા સમયથી આતંક મચાવતી દીપડીને પકડવા વેરાવળનાં આરએફઓ અપારનાથી, ફોરેસ્ટર ગોસ્વામી, સલીમ ભટ્ટી, રામશીભાઇ, પુંજાભાઇ કછોટ સહિતનાં સ્ટાફે પાજરૂ ગોઠવી દીધા બાદ આજે ત્રણ બચ્ચા સાથે પાંજરે પુરાઇ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
No comments:
Post a Comment