Monday, July 31, 2017

જિલ્લામાં 21.80 લાખ રોપાનું વાવતેર થશે

Bhaskar News, Junagdh | 2017-07-21T01:16:00+00:00
પીટીસી કોલેજમાં વૃક્ષ વાવેતર કરાયું : શાળા - કોલેજનાં છાત્રોને વૃક્ષ વાવવા અનુરોધ
જિલ્લામાં 21.80 લાખ રોપાનું વાવતેર થશે
જિલ્લામાં 21.80 લાખ રોપાનું વાવતેર થશે
જૂનાગઢ: જૂનાગઢના પોલીસ તાલીમ કેન્દ્રના મેદાનમાં આજે 68માં વન મહોત્સવનો ડો.વલ્લભ કથીરીયાએ પ્રારંભ કરાવ્યો હતો. આ તકે વૃક્ષારોપણ કરી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ડીએફઅો આર સેન્થિલ કુમારે જિલ્લામાં 21.80 લાખ રોપનું વિતરણ કરાશે તેમ જણાવ્યું હતું.

રાજ્યભરમાં 10 કરોડ વૃક્ષો વાવતેરના લક્ષ્યાંક સાથે સમગ્ર ગુજરાતમાં વન મહોત્સવ ઉજવાઇ રહ્યો છે્ ત્યારે જૂનાગઢમાં બિલખા રોડ પર અાવેલા પોલીસ તાલીમ કેન્દ્રના મેદાનમાં પણ આજે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના ચેરમેન ડો.વલ્લભ કથીરીયાની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું હતું અને વનમહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.ડો.કથીરીયાએ શાળા કોલેજના છાત્રોને ઘર,ગામ તેમજ ખેતરના શેઢા પાસે વૃક્ષોનું વાવેતર કરવા તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો. આ સાથે તેમણે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં ક્લીન ગુજરાત ગ્રીન ગુજરાત અંતર્ગત 10 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે.
આ તકે ડીઅેફઓ આર.સેન્થિલ કુમાર જિલ્લામાં વન મહોત્સવ અંતર્ગત 21.80 લાખ રોપાનું વિતરણ કરી તેનું વાવતેર કરાવાશે તેમ જણાવ્યું હતું. આ તકે સીસીઅેફ ડો.એ.કે.સિંઘ ડીઅેફઓ,ડીઅેફઓ સેન્થિલકુમાર,ધારાસભ્ય અરવિંદ લાડાણી, મેયર આધ્યાશક્તિબેન મજમુદાર,કલેક્ટર રાહુલ ગુપ્તા,મનપા કમિશ્નર વી.જે.રાજપુત,સહિતના હાજર રહ્યા હતા.

No comments: