Monday, July 31, 2017

બાબરા તાલુકાનાં સમઢીયાળા ગામમાં નદીમાં પડેલી નિલગાયને બચાવી લેવાઇ

Bhaskar News, Babara | 2017-07-21T00:42:00+00:00
સેવાભાવી યુવાનો દોડી ગયા : વનવિભાગને જાણ કરતા રેસ્કયું હાથ ધરાયું
બાબરા તાલુકાનાં સમઢીયાળા ગામમાં નદીમાં પડેલી નિલગાયને બચાવી લેવાઇ
બાબરા તાલુકાનાં સમઢીયાળા ગામમાં નદીમાં પડેલી નિલગાયને બચાવી લેવાઇ
બાબરા: બાબરા તાલુકાના સમઢીયાળા ગામે નદીની ઝાડીમાં ઈજાગ્રસ્ત હાલતમાં એક નિલગાય ફસાઇ ગઇ હતી. આ અંગે ગામના સ્થાનિક યુવાનોને જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને નીલગાયને નદી બહાર કાઢવાની કવાયત હાથ ધરી વનવિભાગને જાણ કરી હતી.

બાબરા તાલુકાના સમઢીયાળા ગામે નીલગાય ઈજાગ્રસ્ત હાલતમાં ગામની સ્થાનિક નદીમા પડેલી જોવા મળતા ગામના સેવાભાવી યુવાન મહેશ દિવેટિયા સહિતના મિત્રો નદીકાંઠે દોડી ગયા હતા. નદીકાંઠે ઝાડીમા નિલગાય ફસાઇ ગઇ હોવાથી પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
યુવાનોએ તાત્કાલિક અસરથી પશુ ડોક્ટરને બોલાવી સારવાર શરૂ કરાવી હતી. યુવાનોના જણાવ્યા અનુસાર ગામના શ્વાન નીલગાયની પાછળ પડતા તે નદીમા પડતા તારની ઝાડીમા ફસાઇ જતા શરીર અને પગના ભાગે ગંભીર ઇજા પહોચી હતી અને આ બાબતે બાબરા ખાતે વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

No comments: