Monday, July 31, 2017

દિપડાએ બકરાનો શિકાર પડતો મુકી ત્રણ ભાઇઓને લોહીલુહાણ કર્યા


Jaydev Varu, Amreli | 2017-07-24T00:08:00+00:00
હાકલા પડકારા કરતા દીપડો બકરાને પડતું મુકી તેના પર ત્રાટક્યો,સારવારમાં
ખાંભા: ખાંભાનાં ચક્રવા ગામે રહેતા ખીમભાઈ ચૌહાણ પોતાના પરિવાર સાથે રહે છે. ગતરાત્રીના જંગલમાંથી એક દીપડો તેમના ઘરમા દીવાલ કુદી ફળીયામાં રાખવામાં આવેલ બકરાની ઉપર મારણ કરવા હુમલો કર્યો ત્યારે ઓસરીમાં સુતેલા ખીમભાઈ જાગી ગયા અને હાકલા પડકારા કરતા તેમનો પુત્ર હિતાભાઈ પણ જાગી ગયા હતા ત્યારે દીપડાએ બકરાને પડતું મૂકીને તેમના પર હુમલો કર્યો હતો. અને તેમના અન્ય બે ભાઇઓ જે ઘરમાં સુતા હતા તેમાં મગનભાઈ હિતાભાઇને બચાવવા દોડ્યા તો હિતાભાઈને દીપડાએ છોડી દીધા અને મગનભાઈ ઉપર હુમલો કરી દીધો.
મગનભાઈને બચાવવા અજાભાઈએ દીપડા સામે આવ્યા તો મગનભાઈને છોડી દીપડાએ અજાભાઈ પર પણ હુમલો કરી દીધો હતા.ત્રણેયને લોહીલુહાણ કરી દિપડો ભાગી ગયો હતો. બાદમા ખીમભાઈએ ખાંભા 108ને જાણ કરવામાં આવી હતી. 108 દ્વારા ત્રણ ઇજાગ્રસ્તોને તાબડતોબ ખાંભા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યારે ત્રણ ભાઈઓમાં એકને માથાના ભાગે, એકને હાથમાં અને એકને પગના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્યારે આ અંગે સવારમાં ગ્રામજનોને જાણ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. (તસવીર: જયદેવ વરૂ)

No comments: