Bhaskar News, Balapur | 2017-07-23T01:39:00+00:00
વનવિભાગે રેસ્કયુ કરી ઇન્જેકશન મારી બેભાન કરી દીપડાને બહાર કાઢ્યો, લોકોનાં ટોળા ઉમટી પડ્યાં

બાબાપુરમાં વાડીમાંથી નિકળતા દીપડો કાંટાળી વાડમાં ફસાઇ ગયો
બાબાપુર: અમરેલી તાબાના બાબાપુર ગામે આજે સવારના દસેક વાગ્યા
આસપાસ વાડીની વાડમા દિપડો ફસાઇ ગયો હતો. આ અંગે વનવિભાગને જાણ કરવામા આવતા
વનવિભાગની રેસ્કયુ ટીમ અહી દોડી આવી હતી અને દિપડાને બેભાન કરી લઇ જવાયો
હતો. દિપડો વાડમા ફસાયાની જાણ થતા અહી લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
દિપડો વાડમા ફસાઇ ગયાની આ ઘટના અમરેલી તાબાના બાબાપુર ગામે બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી આવેલ જયસુખભાઇ રામજીભાઇ રાદડીયાની વાડીમા એક દિપડો આંટાફેરા મારતો હોય અહી વાડમા ફસાઇ ગયો હતો. અહીથી પસાર થતા લોકોનુ ધ્યાન જતા વનવિભાગને જાણ કરવામા આવી હતી.
ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો અને દિપડાને ઇંજેકશન
મારી બેભાન કરી લઇ જવામા આવ્યો હતો. દિપડો વાડમા ફસાઇ ગયાની ગ્રામજનોને જાણ
થતા અહી મોટી સંખ્યામા લોકો દિપડાને નિહાળવા દોડી આવ્યા હતા. અત્રે
ઉલ્લેખનીય છે કે બાબાપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમા સિંહ દિપડાનો
વસવાટ છે. અનેક વખત અહી સિંહો પણ શિકારની શોધમા આવી ચડે છે.
No comments:
Post a Comment