Monday, July 31, 2017

લાઠીના દુધાળા ખાતે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

DivyaBhaskar News Network | 2017-07-21T04:45:03+00:00
કૃષિરાજયમંત્રી વી.વી.વઘાસીયાના અધ્યાક્ષસ્થાાને લાઠી તાલુકાના દુધાળા ખાતે જિલ્લાતકક્ષાનો ૬૮મો વન મહોત્સ્વ...
લાઠીના દુધાળા ખાતે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો
કૃષિરાજયમંત્રી વી.વી.વઘાસીયાના અધ્યાક્ષસ્થાાને લાઠી તાલુકાના દુધાળા ખાતે જિલ્લાતકક્ષાનો ૬૮મો વન મહોત્સ્વ યોજવામાં આવ્યો હતો. કૃષિ રાજયમંત્રી વી.વી. વઘાસીયાએ દિપ પ્રાગટ્ય કરતા કહ્યું હતું કે, જળ અને વન જીવન છે ત્યા રે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરીએ તે આવશ્યક છે. વૃક્ષોનો ઉછેર કરીએ અને પ્રદૂષણ નિયંત્રણથી પ્રકૃત્તિ અને માનવજીવન બચાવીએ તે જરૂરી છે. ગૌસેવા આયોગના ઉપાધ્યણક્ષશ્રી ચૈતન્ય શંભુ મહારાજે પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે, પ્રકૃત્તિનું દોહન અટકાવી, જતન કરીએ. વૃક્ષ અને જળએ પ્રેરણા અને સેવાના કેન્દ્રત છે, તે પરોપકાર માટે છે. રાષ્ટ્ર્ને ઉન્નપતિના શિખરે લઇ જવા ગૌ-વન અને જળ રક્ષા કરવી આવશ્યક છે. કલેકટર સંજય અમરાણીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃોત્તિમાં વૃક્ષોનું મહત્વન અનેરું છે. અમરેલી જિલ્લા માં અંદાજે ૨૬ લાખ તેમજ સમગ્ર રાજયમાં અંદાજે ૧૦ કરોડ જેટલા રોપાઓના વાવેતર કરવામાં આવનારા છે. વનઉછેરમાં જનભાગીદારી વધે તે માટે સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

No comments: