Bhaskar News, Junagadh | 2017-07-17T02:52:00+00:00

નાગલપુરની સીમમાં ભેંસની ગમાણમાં દીપડી ફસાઇ ગઇ
જૂનાગઢ: જૂનાગઢ નજીકનાં અને મેંદરડા તાલુકાનાં નાગલપુર ગામની
સીમમાં ગત મોડી રાત્રીનાં દીપડી આવી ચઢી હતી. આ દીપડી ભેંસનો શિકાર કરવા
તેના ઢાળીયામાં ગઇ હતી. પરંતુ દીપડી ગમાણમાં ફસાઇ ગઇ હતી. તેની જાણ કરતા વન
વિભાગની ટીમે રેસ્કયુ કરી બચાવી હતી. બનાવની મળતી વિગત મુજબ નાગલપુર ગામની
સીમમાં નાગાભાઇ જાદવની વાડીએ ગત રાત્રીએ દીપડી આવી ચઢી હતી અને ભેંસનો
શિકાર કરવા તબેલામાં ઘુસી હતી. પરંતુ આ દીપડી ગમાણમાં ફસાઇ ગઇ હતી. સવારે
જાણ થતાં વન વિભાગને માહિતગાર કર્યા હતા. જેના પગલે વન વિભાગની ટીમે
રેસ્કયુ કરી દીપડીને બહાર કાઢી હતી. અને જંગલમાં છોડી મુકી હતી.
No comments:
Post a Comment