Monday, July 31, 2017

સિંહોએ રહેણાક વિસ્તારમાં ધૂસી 6 પશુનું કર્યું મારણ, લોકોમાં ભયનો માહોલ

Bhaskar News, Amreli | 2017-07-04T01:43:00+00:00
ખાંભાની શેરીઓમાં મધરાત્રે સાવજોએ કર્યા છ પશુનાં મારણ
ખાંભાની શેરીઓમાં મધરાત્રે સાવજોએ કર્યા છ પશુનાં મારણ
ગામડાઓમાં ધસી આવતા ભૂખ્યા સિંહોને રોકવા વનતંત્ર સંદતર નિષ્ફળ રહ્યું : લોકોમાં ભયનો માહોલ
અમરેલી: ગીરકાંઠાના ખાંભા તાલુકામાં સાવજો અવાર નવાર માલધારીઓના ઉપયોગી પશુઓનું મારણ કરતા રહે છે. પરંતુ ગઇરાત્રે તો ખાંભા શહેરમાં જાણે આંતકવાદીઓનું ટોળુ ત્રાટક્યુ હોય તેમ સાવજોએ જુદા જુદા વિસ્તારમાં છ પશુઓનું મારણ કરતા ચકચાર મચી જવા પામી છે.

ખાંભામાં ગઇરાત્રે સાવજોએ હાહાકાર મચાવ્યો હતો. અહિં મધ્યરાત્રીના સાવજોનું ટોળુ શહેરના જુદા જુદા વિસ્તારમાં ફર્યુ હતું અને રસ્તા પર રખડતા ગાય-ખુંટીયાના મારણ કર્યા હતાં. રાત્રીના સમયે ગામલોકો મીઠી નિંદ્રામાં હતા ત્યારે શેરી-ગલીઓમાં સાવજોએ રીતસર આંતક મચાવ્યો હતો. ખાંભાના આશ્રમપરામાં આવેલી હાઇસ્કૂલની પાછળ સાવજોએ ત્રણ પશુઓનું મારણ કર્યુ હતું. આ ઉપરાંત પીપળવા રોડે પણ એક પશુનું મારણ કર્યુ હતું.

ભુખ્યા થતા શીકારની શોધમાં નિકળેલા સાવજોએ મહાદેવપરામાં એક તથા હંસાપરામાં બે વાછરડાનું મારણ પણ કર્યુ હતું. સવારે આ અંગે ગામલોકોને જાણ થતા સ્થાનિક રહીશો અને પશુપાલકોમાં ભયનો માહોલ સર્જાઇ ગયો હતો. ખાંભા શહેર ગીર બોર્ડર અને મીતીયાળા અભ્યારણ્યની નજીક આવેલુ છે. વળી શહેર ફરતે ત્રણ નદીઓ પણ આવેલી છે. જેથી અવાર નવાર શિકાર અને પાણીની શોધમાં સાવજો આ તરફ આવી ચડે છે.

No comments: