ગીર સોમનાથએક દિવસ પહેલા
- હિરણ 2 ડેમના 7 દરવાજા ખોલાતા 15 ગામોને હાઈ એલર્ટ કરાયા
ગીર ગઢડા પંથકમાં આભ ફાટ્યુ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગીર ગઢડાના કણેરીમાં એક કલાકમાં 5 ઈંચ, જામવાળામાં 4 કલાકમાં 8 ઈંચ અને એભલવડમાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. તમામ ગામમાં કેડસમા પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ છે. આથી લોકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. લોકો ઘરની અંદર ભરાયેલા પાણી તગારાથી બહાર કાઢી રહ્યા છે. એક કલાકમાં પાંચ ઈંચ વરસાદથી ગામની અંદર જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. આથી બહારથી કોઇ અંદર અને અંદરથી કોઈ વ્યક્તિ બહાર નીકળી શકે તેમ નથી. ભારે વરસાદથી ગામના ખેતરોને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.પ્રાચીનું માધવરાય મંદિર ફરી પાણી ગરકાવ થયું છે. જંગલ વિસ્તારમાં વધારે વરસાદથી સરસ્વતી નદીમાં ભારે પૂર આવ્યું છે

સુત્રાપાડામાં 8 ઈંચ વરસાદથી શહેર બેટમાં ફેરવાયું
સુત્રાપાડા
શહેરમાં 8 ઈંચ વરસાદથી બેટમાં ફેરવાયું છે. શહેરમાં જળબંબાકારની સ્થિતિ
ઉભી થઈ છે. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં
ઘરોમાં પાણી ઘૂસ્યા છે.સુત્રાપાડાનું ઝાલા વડોદરા ગામ પણ બેટમાં ફેરવાયું
છે. ભારે વરસાદને લઈને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘરવખરી પણ પલળી ગઈ
છે. ગામમાં જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તાલાલા અને ગીરમાં ભારે
વરસાદથી હિરણ 2 ડેમના 7 દરવાજા 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. આથી તેલાલા
અને વેરાવળના 15 ગામોને હાઈ એલર્ટ કરાયા છે.

વેરાવળમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, ઢાઢણી ગામે બે યુવાનો તણાયા
વેરાવળમાં
ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે. જો કે, આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાય
નથી. તેમજ ઢાઢણી ગામે બે યુવાનો પૂરના પાણીમા તણાતા એકને બચાવી લેવાયો છે
અને બીજા યુવાનનું મોત નીપજ્યું છે.

(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/local/gujarat/rajkot/news/heavy-rain-fall-in-kaneri-village-of-gir-gadhda-127667913.html
No comments:
Post a Comment