Monday, August 31, 2020

આજે વિશ્વ સિંહ દિવસ:ઉજવણી સોશ્યલ મિડીયા પર: જે ખેતરે સાવજ વસે, ભુંડ-નિલગાયથી સુરક્ષિત રહે

જુનાગઢ22 દિવસ પહેલા

લુપ્ત થવાની અણીએ આવેલા એશિયાટીક સાવજોને બચાવી લેવાની ઝુંબેશ બાદ હાલ વસતિ સતત વધી રહી છે. તેમા સૌથી મહત્વનુ યાોગદાન સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોનુ સાબિત થયુ છે. અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ કે ભાવનગરના રેવન્યુ વિસ્તારમા ખેડૂતો કયારેય સાવજોને પરેશાન કરતા નથી. કારણ કે ખેડૂતો માટે સાવજો પાકના રક્ષક સાબિત થઇ રહ્યાં છે.

આ તસવીર દેવળીયા પાર્કની છે. આ સિંહની વિશેષતા એ છે કે, તેમનાં કેસ કાળા છે. પહેલી નજરે આફ્રીકન સિંહ હોઇ તેવું લાગે. આ સિંહનું દેવરાજ નામ રાખવામાં આવ્યું છે. સાસણનાં સફારી પાર્કનાં ગાઇડ અિભલાશ વાજાએ આ તસવીર પોતાનાં કેમેરામાં કેદ કરી હતી.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/celebration-on-social-media-those-who-live-on-the-farm-protected-from-pigs-and-nilgai-127601665.html

No comments: