
અમરેલી, તા.૧૭
લીલિયાના ક્રાંકચ વિસ્તારમાં સિંહોની સંખ્યામાં વધારો થતાં નાના
લીલિયાથી ક્રાંકચ જતા ૭ કિલોમીટરના માર્ગો પર વાહનોની અવર જવરના કારણે
સિંહોની સલામતિ માટે સ્પીડબ્રેકર તેમજ સાઈનબોર્ડ મુકવા પ્રકૃતિપ્રેમીઓએ
માગણી કરી છે.- વાહનોની અવર જવર ધરાવતા રોડ પર સાઈન બોર્ડ પણ મુકવા જરૂરી
થોડા સમય પહેલા વન વિભાગે ક્રાંકચ વિસ્તાર રિઝર્વ જાહેર કરી સિંહના સુરષાના કારણસર બૃહદગીરમાં સમાવેશ કરેલ છે. જેથી વન્યજીવોની સુરક્ષા માટે આ ૭ કિલોમીટરના માર્ગ પર દીશાસુચક સાઈન બોર્ડ અને સ્પીડબ્રેકર મુકવા પ્રકૃતિપ્રેમી અમઝદ કુરેશી તેમજ હિમાંશુ ભટ્ટ દ્વારા ઘટતું કરવા માગણી કરવામાં આવી છે.
No comments:
Post a Comment