Tuesday, April 30, 2013

સિંહોનું સ્થળાંતર થશે તો આપણે જ દોષી ગણાશું: પર્યાવરણવાદીઓ.



Bhaskar News, Rajula | Apr 19, 2013, 00:40AM IST
- રાજુલામાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા મામતલદારને આવેદન

ગીરની ગોદમાં વિહરતા સાવજોને મધ્યપ્રદેશના જંગલોમાં ખસેડવાથી સારા પરિણામના બદલે માઠુ પરિણામ જ આવશે. સરકાર દ્વારા આ સ્થળાંતર અટકાવવા જરૂરી તમામ કાર્યવાહી થવી જોઇએ તેવી માંગ સાથે આજે રાજુલામાં જુદીજુદી પર્યાવરણવાદી સંસ્થાઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.

અહીના સર્પ સંરક્ષણ મંડળના પ્રમુખ અશોકભાઇ સાંખટ, વાઇલ્ડ લાઇફ વોર્ડન વિપુલભાઇ લહેરી, અજયસિંહ ગોહિલ, હેમાંગ ટાંક, વનરાજ વરૂ, દિલીપ ચૌહાણ, જયદેવ વરૂ, પુનિત મકવાણા વગેરે દ્વારા આ આવેદનપત્ર અપાયુ છે. જેમાં તેમણે જણાવ્યું છે કે જો સાવજોનું મધ્યપ્રદેશમાં સ્થળાંતર નહી અટકાવીએ તો કુદરતના દોષી સાબિત થશું.

આવેદનપત્રમાં એમપણ જણાવાયું છે કે સિંહ પ્રેમીઓ અને વન્યપ્રેમીઓ સ્થળાંતરની આ વાતથી ભારે ચિંતિત અને દુખી છે. કારણ કે સ્થળાંતરથી સૌથી માઠા પરિણામ આપણને જેના પર ગર્વ છે તે સાવજોએ ભોગવવા પડશે. સિંહ જીવનના અભ્યાસુઓ પણ આવા સ્થળાંતર સામે ચેતવણી ઉચ્ચારે છે. અહીની પ્રકૃતિ માલધારીઓ અને ગ્રામ્ય જીવને સાવજોને સ્વીકાર્યા છે અને સાચવ્યા છે. સરકારે આ દિશામાં પણ વિચારવુ જોઇએ.

No comments: