Tuesday, April 30, 2013

'ગુજરાતની સંપત્તિ સમા સિંહોને ક્યાંય ખસેડો નહીં'.


'ગુજરાતની સંપત્તિ સમા સિંહોને ક્યાંય ખસેડો નહીં'

1 of 5 Photos
- જૂનાગઢનાં ઇગલ મંદિરે હજારોની સંખ્યામાં લોકોએ મુખ્યમંત્રીને પોષ્ટકાર્ડ લખ્યા : રીવ્યુ પીટીશન કરવા અપીલ

ગિરનાં સાવજોને મધ્યપ્રદેશ ખસેડવા માટે સુપ્રીમ કોર્ટે હુકમ કરી દીધો છે. જેને પગલે ગુજરાતભરમાંથી લોકોનો વિરોધ ઉઠ્યો છે. ત્યારે આ ચૂકાદાને પડકારતી રીવ્યુ પીટીશન ગુજરાત સરકાર કરે અને તેમાં મજબૂત દલીલો રાજ્ય સરકાર રજૂ કરે એવી લાગણી લોકોમાં પ્રવર્તી રહી છે.

આ મામલે ઠેર ઠેર આવેદનપત્રો, સહી ઝૂંબેશ સહિતનાં કાર્યક્રમો અપાઇ રહ્યાં છે. ત્યારે આજે જૂનાગઢનાં ઇગલ મંદિરે ઇગલ ગૃપ દ્વારા પોષ્ટકાર્ડ ઝૂંબેશ શરૂ કરાઇ હતી. જેમાં સવારથી સાંજ સુધીમાં હજારો લોકોએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પોષ્ટકાર્ડ લખીને સિંહોને ગુજરાતમાંજ રાખવા માટે રાજ્ય સરકારને રીવ્યુ પીટીશન કરી યોગ્ય દલીલો કરવા અપીલ કરી હતી.

લોકોનો જબ્બર જુવાળ, સિંહો અહીંજ રહેવા જોઇએ, મ.પ્ર.માં સિંહોનાં શિકાર થઇ જાય છે, સિંહોનું બીજું ઘર ગુજરાત બહાર શા માટે ?

No comments: