Tuesday, April 30, 2013

સિંહોના મધ્યપ્રદેશ સ્થળાંતર મુદ્દે અમરેલી જિલ્લામાં ઉગ્ર વિરોધ

સિંહોના મધ્યપ્રદેશ સ્થળાંતર મુદ્દે અમરેલી જિલ્લામાં ઉગ્ર વિરોધ

- અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન : રાજુલામાં ગિર નેચર યુથ ક્લબ દ્વારા આવેદન

ગિરના સાવજો ગુજરાતની શાન છે. ત્યારે આ સાવજોને મધ્યપ્રદેશ ખસેડવાની હિલચાલ સામે અમરેલી જિલ્લામાંથી ઉગ્ર વિરોધનો સુર ઉઠી રહ્યો છે. અમરેલીમાં આમ આદમી પાર્ટીએ પણ આ બારામાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. ઉપરાંત આજે રાજુલામાં પણ ગિર નેચર યુથ ક્લબ દ્વારા મામલતદારને આવેદન પાઠવી રાજ્ય સરકાર દ્વારા આ સ્થળાંતર અટકાવવા ઉચિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અમરેલીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા મંગળવારે આ બારામાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતુ. જેમાં જણાવાયું હતુ કે જિલ્લામાં વિવિધ સંસ્થાઓ દ્વારા સાવજોના આ સ્થળાંતર સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને અમારો સંપુર્ણ ટેકો છે. સિંહો એ ગિરના વારસા સમાન છે. સિંહોને ગિરનું વાતાવરણ અનુકુળ છે. મધ્યપ્રદેશના જંગલનું હવામાન સિંહોને અનુકુળ આવે તેમ નથી. મધ્યપ્રદેશના જંગલમાં વાઘનો પણ શિકાર કરવામાં આવતો હોય વાઘની સંખ્યા ઘટી રહી છે ત્યારે ગિરના સિંહોને ત્યાં સ્થળાંતર કરવા જોખમરૂપ છે.

સિંહોના મધ્યપ્રદેશ સ્થળાંતર મુદ્દે અમરેલી જિલ્લામાં ઉગ્ર વિરોધ
આવી જ રીતે આજે રાજુલામાં ગિર નેચર યુથ ક્લબ દ્વારા મોટી સંખ્યામાં સાવજપ્રેમીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતુ. ગિર નેચર યુથ ક્લબના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળા, અમરાભાઇ વાઘ, મંગાભાઇ ધાપા, અશોકભાઇ સાંખટ, દિલીપભાઇ કાતરીયા, ભગવાનભાઇ વાજા, દિલાવરભાઇ ગાહા, વિક્રમભાઇ ધાખડા, સંજયભાઇ સહિતે પાઠવેલા આવેદનમાં દલીલો અને પુરાવાના આધારે અપાયેલા સિંહ સ્થળાંતરના ચુકાદા સામે તજજ્ઞ વકીલ રોકી રીવ્યુ પીટીશન કરવા માંગ કરવામાં આવી હતી.

ઉપરાંત વધુમાં જણાવાયું હતુ કે સિંહો સાથેના સૌરાષ્ટ્રના લોકોને પારિવારિક સબંધો હોય તેમ સિંહોની સુરક્ષા કરવામાં આવે છે. શિકારીઓના પ્રદેશ એવા મધ્યપ્રદેશમાં વાઘના શિકાર થાય છે. ત્યાંની સરકાર વાઘને પુરતી સુરક્ષા આપી શકતી નથી તેઓ સિંહોને કેવી રીતે સાચવી શકશે ?

-  ધારીમાં ગિર વન યુવક મંડળ દ્વારા આવેદન

ગીરની શાન સમા સિંહોને મધ્યપ્રદેશમાં ખસેડવાના નિર્ણય સામે ઠેરઠેરથી ઉગ્ર વિરોધ ઉઠી રહ્યો છે. ત્યારે ધારીમાં આજે ગીર વન યુવક મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે. ગીર વન યુવક મંડળના પ્રમુખ ડૉ. એમ.કે.ભરાડ, વિક્રમભાઇ ભરાડ, અતુલભાઇ કાનાણી, જીતુભાઇ પાઘડાળ, મુકેશભાઇ, પરેશભાઇ પટ્ટણી, અજીતભાઇ ભટ્ટ, હિરેનભાઇ હિરપરા સહિતે મામલતદારને પાઠવેલા આવેદનમાં જણાવાયું છે કે ગીર વિશ્વભરમાં એશીયાઇ સિંહોનું એક માત્ર નિવાસ સ્થાન છે. એક જમાનામાં એશીયાભરમાં અરેબીયા અને પરશેનીયાથી ભારતમાં ફેલાયેલ.

ભારતીય ઉપખંડમાં નર્મદા નદીની ઉતરે વિશાળ વિસ્તારમાં અને પુર્વમાં છેક બિહાર સુધી સિંહોની વસતી હતી. સદીના અંત પહેલા એશીયાટીક સિંહ ગીર સીવાય બધા જ વિસ્તારમાંથી લુપ્ત થયા.હવે ગીરના સિંહોને મધ્યપ્રદેશના જંગલમાં ખસેડવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે વ્યાજબી નથી. સિંહોને ગીરનું વાતાવરણ જ અનુકુળ છે. એક વખત ચંદ્રપ્રભામાં સિંહોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતુ. પરંતુ સ્થળાંતરીત સિંહો બચ્યા કે શું થયું તેની અત્યારસુધી ખબર નથી. આ ઉપરાંત મધ્યપ્રદેશના જંગલમાં વાઘ અને સિંહો એક્સાથે કેમ રહેશે તેવો પણ પ્રશ્ન ઉઠાવાયો હતો. ત્યારે ગીરના સિંહોને મધ્યપ્રદેશ સ્થળાંતરીત કરવામા ન આવે તે માટે રાજ્ય સરકાર પણ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી છે.

No comments: