Wednesday, April 3, 2013

'સાસણની ખૂશ્બુ' મહેકી : એક વર્ષમાં લાખો પ્રવાસીઓ ઉમટ્યાં ગીરની મુલાકાતે.

'સાસણની ખૂશ્બુ' મહેકી : એક વર્ષમાં લાખો પ્રવાસીઓ ઉમટ્યાં ગીરની મુલાકાતે
Bhaskar News, Sasan (Gir)  |  Apr 02, 2013, 01:14AM IST
- ‘ખૂશ્બુ સાસણ’ની સાડાચાર લાખ પ્રવાસી, પાંચ કરોડની અધધધ આવક : પાછલા વર્ષોની તુલનામાં આ વર્ષે બમણી સંખ્યા નોંધાઇ : દસ હજાર વિદેશી સહેલાણીઓએ પણ સિંહ દર્શન કર્યા

ગીરનું જંગલ ગુજરાતનાં તમામ પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓનું સૌથી વધુ મનપસંદ સ્થળ બની ચૂક્યું છે. ગીર જંગલની મુલાકાતે એપ્રિલ-૨૦૧૨ થી માર્ચ-૨૦૧૩ સુધીનાં નાણાંકીય વર્ષ દરમિયાન ચાર લાખ સાઠ હજારથી વધુ પ્રવાસીઓ આવ્યા. સિંહ દર્શન માટે પ્રવાસીઓએ ચુકવેલી ફીની રકમ પાંચ કરોડ રૂપિયાને આંબી જતાં વન વિભાગની તિજોરી છલકાઇ ગઇ છે. પાછલા વર્ષોની તુલનામાં પ્રવાસીઓની સંખ્યા રેકર્ડ બ્રેક બમણી થઇ ગઇ હોઇ ગીરની મુલાકાતે દશ હજાર વિદેશી પ્રવાસીઓ આવ્યા હોવાનું નોંધાયું છે. આ એક અતિ મહત્વની બાબત ગણાય છે.
'સાસણની ખૂશ્બુ' મહેકી : એક વર્ષમાં લાખો પ્રવાસીઓ ઉમટ્યાં ગીરની મુલાકાતે
જંગલમાં વહિરતા એશિયાટીક સાવજોને જોવા ગીર જંગલની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. તાજેત્તરમાં પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષ ૨૦૧૨-૧૩ ની આંકડાકિય વિગતો અને પ્રવાસીઓની સંખ્યા જે નોંધાઇ છે એ મુજબ ગીરનું જંગલ ગુજરાતનાં તમામ પ્રવાસન સ્થળોમાંથી પ્રવાસીઓનું ફેવરીટ ટુરીસ્ટ પોઇન્ટ બન્યું છે.
ચાર લાખ સાઠ હજાર પ્રવાસીઓની મુલાકાતમાં દસ હજાર ટુરીસ્ટો તો વિદેશી છે. કે જેમણે ગીરની મુલાકાત લીધી અને સમગ્ર એશીયામાં માત્ર ગીરમાં વસતા સાવજોને નિહાળ્યા. આ ટુરિસ્ટોએ જીવસૃષ્ટીનો પરિચય મેળવ્યો. દેવળીયા નેશનલ પાર્ક અને ગીર અભ્યારણ્યમાં ટુરીસ્ટોએ સિંહ દર્શન માટે ચુકવેલી ફીની રકમ પાંચ કરોડ થઇ જતાં આવક સાથે ટુરીસ્ટો પણ રેકર્ડબ્રેક નોંધાયા છે.
'સાસણની ખૂશ્બુ' મહેકી : એક વર્ષમાં લાખો પ્રવાસીઓ ઉમટ્યાં ગીરની મુલાકાતે
- સિંહ દર્શન માટે કેવી રીતે જવાય

સિંહ દર્શન ગીરમાં બે સ્થળોએ થાય છે. દેવળીયા નેશનલ પાર્કમાં પ્રવાસીઓ ફી ચૂકવી વન વિભાગ દ્વારા ચાલતી બસોમાં પાર્કમાં સિંહદર્શન કરવા જાય છે. જ્યારે સિંહ સદન ખાતેથી અભયારણમાં સિંહ દર્શન કરવા જવાની પરમીટો અપાય છે. એક પરમીટમાં છ વ્યક્તિ જઇ શકે પ્રવાસીઓએ જીપ્સીવાન ભાડે બાંધી પરમીટ અને ગાઇડ ફી સાથે છ વ્યક્તિ અંદાજે બે હજાર રૂપિયામાં સિંહ દર્શન કરી શકે છે.

- સાસણમાં ટુરીસ્ટોને રહેવાની વ્યવસ્થા

સાસણ (ગીર) સિંહ દર્શન માટે આવતા ટુરીસ્ટોને રહેવા માટે વન વિભાગનું સરકારી ગેસ્ટ હાઉસ સિંહ સદન છે. સાસણ ગામ અને આસપાસનાં ભાલછેલ, ચીત્રોડ, હરીપુર સહિતનાં ગામોમાં સામાન્ય સુવિધાથી લઇ સ્ટાર કેટેટરીની માન્યતાવાળી લાયસન્સ ધરાવતી હોટલો, રીસોર્ટ છે. લાયસન્સ વગર ચાલતી હોટલો અને ફાર્મહાઉસ અનેક છે. પરંતુ તેમાં રોકાણ કરવુ પ્રવાસીઓ માટે જોખમરૂપ બની શકે.

- જ્યાંથી નહોતા આવતા ત્યાંનાં પ્રવાસીઓની વધ્યા

ગીરનાં પ્રવાસે આવતા પ્રવાસીઓની સંખ્યામાં થઇ રહેલા વધારાને આવકારતા સાસણ વન્ય પ્રાણી વિભાગનાં ડીએફઓ ડૉ.સંદીપકુમારે જણાવેલ કે છેલ્લા ત્રણ વર્ષથી ટુરીસ્ટોની સંખ્યા વધતી જાય છે. જેમાં વિશેષ બાબત એ છે કે વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધે છે અને ભારતનાં કેરલ, પશ્ચિમ બંગાળ, આસામ, તામીલનાડુ, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાંથી આગલા વર્ષોમાં પ્રવાસીઓ આવતા નહોતા. એ બધા રાજ્યોમાંથી સિંહ દર્શન માટે ટુરીસ્ટો નોંધપાત્ર સંખ્યામાં આવ્યા છે. ગીરની મુલાકાતે આવતા ટુરીસ્ટો એશીયાટીક સાવજોને જોઇ ભારે રોમાંચ સાથે પોતાની ટુરને સફળ  ગણી ફરી વખત આવવા પ્રેરાય છે.

No comments: