Tuesday, April 30, 2013

વાસ્તવિક હકીકત : ઝૂમાંથી એક પણ પ્રાણી દત્તક લેવાયું નથી.

વાસ્તવિક હકીકત : ઝૂમાંથી એક પણ પ્રાણી દત્તક લેવાયું નથી
- ચાર વર્ષથી યોજના અમલમાં પરંતુ આજ સુધી કોઇએ રસ દાખવ્યો નથી

વન્ય પ્રાણીઓનાં મામલે સરકારથી માંડી તેના રોજબરોજનાં સંપર્કમાં આવતા સ્થાનિક લોકો પણ ખુબ જ સંવેદનશીલ હોય છે. દેશનાં સૌથી પુરાતન પ્રાણી સંગ્રાહલયોમાંના એક, જૂનાગઢ સક્કરબાગ ઝુમાં દુનિયાભરનાં અલભ્ય વન્યપ્રાણીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. ત્યારે આ વન્ય પ્રાણીઓ પ્રત્યે લોક લાગણી  કેળવાય અને તેઓની જાળવણી સહિતનાં ખર્ચમાં લોકભાગીદારી થાય એ માટે ઝુ દ્વારા છેલ્લા ૪ વર્ષથી ‘પ્રાણી સંગ્રહાલય મિત્ર અને પ્રાણી દત્તક યોજના’ અમલમાં છે.

પરંતુ આજસુધી એક પણ પ્રકૃતિ પ્રેમી કે અગ્રણી દાતાઓએ તેમાં રસ દાખવ્યો નથી. ૪ વર્ષમાં ઝુમાંથી એક પણ પ્રાણી કોઇએ દત્તક લીધું નથી. આજથી ૪ વર્ષ પહેલાં જૂનાગઢ સક્કરબાગ ઝુમાં ‘પ્રાણી સંગ્રહાલય મિત્ર અને પ્રાણી દત્તક યોજના’ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સિંહ, વાઘ, દીપડા, ચિત્તા, બિલાડી કુળનાં નાના પ્રાણીઓ, સિરસૃપો સહિતના પ્રાણીઓને દતક લેવા માટેના ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી આ યોજના અમલમાં હોવા છતાં આજ સુધીમાં કોઇએ એક પણ પ્રાણી દતક નથી લીધું.

- શું કહે છે ઝૂ સુપ્રિટેન્ડન્ટ ?

વિદેશમાં આ રીતે પ્રાણીઓ દતક લેવાય છે. જો કે આપણે અહીં લોકો ધર્મ સાથે જોડાયેલી બાબતોમાં દાન કરતા હોય છે. અને દાન આપવાનાં સ્ત્રોત પણ ઘણાં છે. ગૌશાળા, ચબુતરા, વગેરે જગ્યાએ દાન કરતા હોય છે. પરંતુ હજુ સુધી કોઇએ પ્રાણી સંગ્રહાલય મિત્ર અને દતક યોજના મુજબ કોઇ પ્રાણી દતક લીધંુ નથી.

- દતક લેનાર વ્યક્તિ પ્રાણીનાં બચ્ચાનાં નામ પાડી શકે

જે કોઇ વ્યક્તિ પ્રાણી દતક લે અને એ પ્રાણીનાં બચ્ચાં જન્મે તો દતક લેનાર આ બચ્ચાંનાં નામ પાડી શકે. તેમજ પ્રાણી દતક લીધા અંગેનું સર્ટીફીકેટ પણ આપવામાં આવે.

Arjun Dangar, Junagadh  |  Apr 27, 2013, 01:25AM IST

No comments: