Wednesday, April 3, 2013

મધ્યગીરના ગામડાઓમાંથી માલધારીઓની હિજરત ચાલું.


લીલિયા/ધારી, તા.૩૧
 ગીરના જંગલને અડીને આવેલા ધાંધાનેસના માલધારઓએ પાણી ખુટતા હિજરત કર્યા બાદ તંત્રે આ માલધારી કાયમી ઉનાળામાં ચાલ્યા જતા હોવાની સ્પષ્ટતા કરી છે,પણ કાયમ ઉનાળામાં પાણી ખુટી જતા માલધારી હંગામી સ્થળાંતર કરતા હોય છે તે તંત્રને નથી સમજાતું અને ભોળા ગભરૂડા માલધારી પણ મો ખોલી શકતા નથી.
  • માલધારીને ખેતરમાલિક સાચવે,બદલામાં ઢોરના છાણનું ખાતર મેળવે
  • છેલ્લા પાંચેક વર્ષથી શરૂ થયો અલગ જ વ્યવસાયિક વ્યવહાર
ખાંભાથી સાવરકુંડલા જતા માર્ગ ઉપર રપ જેટલા માલધારીઓના ઝોક ઉભા થઈ ગયા છે. લાપાળા ડુંગરથી ભાડ વચ્ચે આ માલધારીઓએ પોતાના ઝોક બનાવ્યા છે.જે તે ગીરના જંગલમાં બનાવે છે. રીબડા નેસના કાનાભાઈ ગભાભાઈ, બાઘુભાઈ જગાભાઈ અને આસુન્દ્રાનેસના આસભાઈ માલધારી, રાજસ્થળી નેસના કાળુભાઈ પાંચાભાઈ સહીત રપ જેટલા પરિવારો માલઢોર સાથે રસ્તાની સાઈડમાં ઝોક બનાવી રહે છે.
 આ માલધારીઓ કહે છે કે ગીરમાં ઘાસ ઘણું મળી રહે છે પણ પાણીનો પ્રશ્ન સતાવે છે એટલે ગીર બહાર નીકળી સ્થાયી થવું પડે છે.બહાર વાડી માલિકો પાણી આપે છે અને હોય તો શેરડીના આગળા આપે છે
તેના બદલામાં માલધારીઓના ઢોરના ધણનું ખાતરવાડી માલિકને મળે છે.
આવો સીલસીલો લગભગ પાંચ વર્ષથી શરૂ થયો છે,પણ તેની પાછળનું કારણ ઉનાળામાં ગીરમાં પાણીની
તંગી છે.

No comments: