![જૂનાગઢની વેટરનરી કોલેજમાં ઘાયલ 130 પક્ષીની સારવાર આપવામાં આવી જૂનાગઢની વેટરનરી કોલેજમાં ઘાયલ 130 પક્ષીની સારવાર આપવામાં આવી](http://i9.dainikbhaskar.com/thumbnail/300x259/web2images/www.divyabhaskar.co.in/2016/01/21/ahm-b2466489-large.jpg)
- DivyaBhaskar News Network
- Jan 21, 2016, 09:43 AM IST
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, વનવિભાગ, પ્રકૃતિ સોસાયટી અને આઇએફએડડબલ્યુ પોરબંદરનાં સંયુક્ત ઉપક્મે ઉત્તરાયણ પર્વે પક્ષી બચાવો અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પતંગો ચગાવતા ઘાતક દોરાથી ઘાયલ થયેલા કબુતર સહીતનાં 130 જેટલા પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. તેમજ કેશોદ, પોરબંદરમાં જિવદયા સમિતીએ પ્રાથમિક સારવાર આપી હતી. અભિયાનમાં રાષ્ટ્રીય સેવા યોજનાનાં સ્વયંસેવકોને કૃષિ યુની.નાં કુલપતિ ડો.એ.આર.પાઠક, પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડો.પી.વી.પટેલ અને ડીન ડો.પી.એચ.ટાંકે બિરદાવ્યા હતા. ઉતરાયણ દરમિયાન અનેક પક્ષીઓ પતંગનાં દોરામાં આવી જતાં ઘાયલ થયાં હતાં. જેને યુનિવર્સિટીના છાત્રો દ્વારા સારવાર આપી ફરીથી મુકત મને ઉડવા સમર્થ કર્યા હતાં.
એનએસએસ હેઠળ છાત્રોએ પક્ષીઓને સારવાર આપી. }મેહુલ ચોટલીયા
No comments:
Post a Comment