Sunday, January 31, 2016

સિંહણ સામે બાથ ભીડનારા ડેડાણ રેન્જનાં વનકર્મીનું મુખ્યમંત્રી-રાજ્યપાલનાં હસ્તે સન્માન


સિંહણ સામે બાથ ભીડનારા ડેડાણ રેન્જનાં વનકર્મીનું મુખ્યમંત્રી-રાજ્યપાલનાં હસ્તે સન્માન

  • Bhaskar News, Una
  • Jan 29, 2016, 01:10 AM IST
ઊના: તાજેતરમાં વેરાવળ ખાતે ગુજરાત રાજ્યકક્ષા પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, રાજપાલ સહિતનાં અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે તુલસીશ્યામ રેન્જની રબારીકા જંગલ રાઉન્ડમાં રેસ્ક્યુ ટ્રેડર્સની કામગીરી કરતાં ડેડાણનાં વનકર્મીની પ્રસંશનીય કામગીર બદલ મુખ્યમંત્રી અને રાજ્યપાલનાં હસ્તે શૌર્ય વિરતા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવતાં વન વિભાગ તંત્રએ બિરદાવી હતી.

ગતમાસ દરમ્યાન ખાંભા તાલુકાનાં સમઢીયાળા ગામની સીમમાં સિંહણ ધુસી આવી હતી. જેની જાણ વનવિભાગની રેસ્ક્યુ ટીમને થતાં કોઇમોટી જાનહાની પહોંચે તે પહેલા તુલસીશ્યામ રેન્જની રબારીકા જંગલ રાઉન્ડમાં રેસ્ક્યુ ટ્રેડર્સની કામગીરી કરતાં ડેડાણનાં વનકર્મી શાહિદભાઇ ઊસ્માનખા પઠાણ સહિતનાં કાફલો દોડી આવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

જેમાં ઓપરેશન સમયે સમઢીયાળા ગામનાં ખેડુતને બચાવવા પોતાનો જીવ જોખમમાં નાખી સિંહણ સામે હાથ ભીડનારા વનકર્મી શાહિદભાઇની પ્રસંશનીય કામગીરીને વનવિભાગ દ્વારા નોંધ લઇ વિરતા પૂરસ્કાર માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જેની સરકાર દ્વારા નોંધ લઇ ગીર સોમનાથ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી નિમિતે ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને રાજ્યપાલનાં હસ્તે શૌર્ય વિરતા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવતાં તેમની પ્રસંશનિય કામગીરીને વન વિભાગ તંત્રએ બિરદાવી હતી.

No comments: