Sunday, January 31, 2016

ધારીની આંકોલવાડી રેંન્જ વિસ્તારમાં બિમાર સિંહણને સારવાર અપાઇ


ધારીની આંકોલવાડી રેંન્જ વિસ્તારમાં બિમાર સિંહણને સારવાર અપાઇ

Bhaskar News, Dhari

Jan 24, 2016, 00:00 AM IST
- ધારીની રેસ્કયુ ટીમે સ્થળ પર સારવાર આપી મુકત કરી

ધારી: ગીર જંગલમાં વસતા વન્યપ્રાણીઓ અવારનવાર બિમાર કે ઇજાગ્રસ્ત હાલતમા મળી આવે છે. આવા પ્રાણીઓને સમયસર સારવાર ન મળે તો મોતનુ જોખમ પણ રહે છે ત્યારે ગીર પશ્ચિમના આંકોલવાડી રેંજમા એક સિંહણ બિમાર હાલતમાં હોવાનુ ધ્યાને આવતા ધારીની રેસ્કયુ ટીમે ઘટના સ્થળે દોડી જઇ સિંહણને સારવાર આપી જંગલમા મુકત કરી હતી.

સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ગીર પશ્ચિમની આંકોલવાડી રેંજ કોસારીયા રાઉન્ડ જંગલ વિસ્તારમાં એક સિંહણ બિમાર હોવાની જાણ થતા ગીરપુર્વ ધારીના નવનિયુકત ડીએફઓ ટી.કરૂપ્પાસામીની સુચનાથી રેસ્કયુ ટીમના ડો. હિતેષ વામજા, સમીર દેવમુરારી, જયવંત બાયલ, અમીત જોષી, અમીત ઠાકર ઘટના સ્થળે દોડી ગયા હતા. બિમાર સિંહણને બેભાન કરી સ્થળ પર જ સારવાર આપવામા આવી હતી. સિંહણને જમણા કાને અને ગળાના ભાગે ગુમડુ થયુ હોય તેને સારવાર આપવામા આવી હતી.

ડીએફઓ કરૂપ્પાસામીએ જણાવ્યું હતુ કે ગીરપુર્વમા કોઇપણ વન્યપ્રાણી બિમાર કે ઇજાગ્રસ્ત જોવા મળે તો રેસ્કયુ ટીમને તુરત કાર્યવાહી કરવા અને તાત્કાલિક પ્રાણીને સારવાર આપવામા આવે તેવી કામગીરી હાથ ધરવા સુચના આપી હતી. આ ઉપરાંત માલધારીઓને પણ ગીર વિસ્તારમાં સુવિધાઓ તેમજ મારણના કેસ પેન્ડીંગ પડેલા હોય તેનો ઝડપથી નિકાલ કરવા કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતુ.

No comments: