Sunday, January 31, 2016

અમરેલી જિલ્લામાં ભુંડ અને રોઝનાે ત્રાસ : પાકનાં નિકંદનથી ખેડુતો ત્રસ્ત

DivyaBhaskar News Network

Jan 31, 2016, 02:40 AM IST
રાજયસહિત અમરેલી જિલ્લામા વાડી ખેતરોમાં રોઝ અને ભુંડના ત્રાસથી ખેડૂતો તોબા પોકારી ઉઠયાં છે. રોઝ અને ભુંડના મોટા ઝુંડ વાડી ખેતરોમાં ઘુસી પાકનુ નિકંદન વાળી દેતા હોય ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવી પડી રહી છે. પ્રશ્ને અનેક વખત રજુઆતો કરવામા આવી હોવા છતા કોઇ ઉકેલ આવતો નથી. ત્યારે અહીના સ્થાનિક આગેવાને રાજયમા આવેલા પ્રાણી સંગ્રહાલયોમા માંસાહારી પ્રાણીને રોઝ અને ભુંડનુ મારણ કરી આપવામા આવે તેવી માંગ ઉઠાવી છે.

અમરેલીના સ્થાનિક આગેવાન કેતનભાઇ પટેલ દ્વારા કરવામા આવેલી રજુઆતમા જણાવાયું છે કે રાજય સહિત અમરેલી જિલ્લામાં પણ રોઝ અને ભુંડનો ભારે ત્રાસ છે. અહીના ગ્રામ્ય વિસ્તારોમા તો રોઝ અને ભુંડના ટોળા મોટા પ્રમાણમાં વાડી ખેતરોમાં આંટાફેરા મારતા નજરે પડી રહ્યાં છે. ભુંડ અને રોઝ અવારનવાર વાડી ખેતરોમાં ઘુસી આવી પાકને ખુંદી નાખી નુકશાન પહોંચાડે છે જેના કારણે ખેડૂતોને નુકશાની વેઠવી પડે છે.

સરકાર દ્વારા રોઝ અને ભુંડનો પ્રશ્ન ઉકેલવા થોડુ ધ્યાન આપે તો ખેત પેદાશમા 25 થી 40 ટકા ઉત્પાદન આપોઆપ વધી જાય તેમ છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે રાજયમા આવેલા તમામ પ્રાણી સંગ્રહાલયોમાં માંસાહારી પ્રાણીને બજારમાંથી વેચાતુ મટન લેવાને બદલે માત્ર રોઝ અને ભુંડનુ મારણ કરી આપવામા આવે તો રોઝ અને ભુંડની વસતી નિયંત્રણમા આવી શકે અને સમસ્યાનો પણ ઉકેલ આવે તેવા પગલા લેવા માંગ કરવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે, જંગલી ભૂંડ અને રોઝ ખેતરમાં ચઢી આવતા ખેડૂતોને નુકસાની વેઠવી પડે છે.

સ્થાનિક આગેવાન દ્વારા પ્રશ્નના ઉકેલ માટે રજૂઆત કરવામાં આવી

No comments: