Sunday, January 31, 2016

લીલીયાના બૃહદગીરમાં સાવજોની વતન વાપસી

લીલીયાના બૃહદગીરમાં સાવજોની વતન વાપસી
  • Bhaskar News, Liliya
  • Jan 25, 2016, 00:05 AM IST
ગત 24મી જુને થયેલ અતિવૃષ્ટીના કારણે શેત્રુંજી નદીમાં આવેલા ભયાનક પુરથી મોટી સંખ્યામાં સાવજો મૃત્યુ પામ્યા હતા. તો અનેક સિંહ પરિવારે  આ વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું હતું. ગીર વિસ્તારમાં સાવજોનું ઘર ગણાતું બૃહદ ઘણા સમયથી સાવજોવીના ભાસતુ હતુ. આ વિસ્તારમાં છેલ્લા સાત મહિનાથી એકલ દોલક સિંહ પણ જોવા મળી રહ્યા ન હતા અને સિંહ દર્શન માટે આવતા લોકોને પણ નિરાશ થઇને પાછા ફરવુ પડતુ હતુ. અને તેથી સિંહ પ્રેમીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી હતી. પરંતુ લાંબા સમય બાદ છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ સાવજોએ વતન વાપસી કરી હોય એવું લાગી રહ્યું છે.

લીલીયા નજીકના ક્રાંકચઅને બૃહદગીર વિસ્તારમાં ફરી ચાર સાવજો નઝરે પડયા હતા અને આ વિસ્તારમાં હજુ પણ તેની હાજરી હોય એવું લોકોને સુચવતા હોય તેમ જોવા મળ્યા હતા. સ્થાનિક રહેવાસીઓ અને વન્ય પ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી છે.

No comments: