Sunday, January 31, 2016

ધારી લેનપરામાંથી દીપડો પાંજરે પુરાયો

ધારી લેનપરામાંથી દીપડો પાંજરે પુરાયો
Bhaskar News, Dhari
Jan 13, 2016, 00:01 AM IST
 
- ચાર પાંચ દિવસથી આંટા મારતો હોય લોકોમા ભય ફેલાયો હતો

ધારી: ગીર જંગલમા વસતા સિંહ અને દિપડાઓ હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર સિંહ દિપડાઓ વાડી ખેતરોમા જોવા મળી રહ્યાં છે. ત્યારે ધારીમા લેનપરા વિસ્તારમાં ચાર પાંચ દિવસથી એક દિપડો આંટાફેરા મારી રહ્યો હોય લોકોમા ભય ફેલાયો હતો. આ અંગે વનવિભાગને જાણ કરવામા આવતા અહી પાંજરૂ ગોઠવાયુ હતુ. જેમાં આ દિપડો સપડાઇ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

ધારીમાં લેનપરા વિસ્તારમાં અતુલભાઇ નનુભાઇ રૂડાણીની વાડી આસપાસ છેલ્લા ચાર પાંચ દિવસથી એક દિપડો આંટાફેરા મારી રહ્યો હોય ભય ફેલાયો હતો. આ અંગે તેમણે વનવિભાગને જાણ કરતા આરએફઓ સી.પી.રાણપરીયાની સુચનાથી શિવરાજભાઇ ધાધલ, ધીરૂભાઇ રાજગોર, એ.ડી.બાયલ સહિતે આ દિપડાને ઝડપી પાડવા અહી પાંજરૂ ગોઠવ્યું હતુ.

 આજે વહેલી સવારે અહી ગોઠવેલા પાંજરામા દિપડો પકડાઇ ગયો હતો. દિપડાને જોવા માટે લેનપરા સહિત આસપાસના વિસ્તારમાંથી લોકો એકઠા થયા હતા. બાદમાં વનવિભાગ દ્વારા દિપડાને જંગલમા લઇ જવામા આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દિપડાની સંખ્યામ  પણ વધારો થયો હોય તેમ રેવન્યુ વિસ્તારમાં દિપડાના આંટાફેરા વધી રહ્યાં છે.

No comments: