
DivyaBhaskar News Network
Jan 10, 2016, 02:05 AM IST
અમરેલીનાદરીયાકાંઠે
પીપાવાવમાં ધમધમના ઉદ્યોગો માટે પીપાવાવથી સુરેન્દ્રનગર સુધી બ્રોડગેજ
લાઇન તો નાખવામાં આવી પરંતુ પીપાવાવથી દામનગર સુધીના 50 જેટલા ખુલ્લા ફાટકો
અહિંથી રેલ તંત્ર દ્વારા કર્મચારીઓ હટાવી લેવાના કારણે અચાનક જોખમી બની
ગયા છે. આમ પણ માણસ અને વન્ય પ્રાણી માટે અગાઉ લાઇન ઘાતક સાબીત થઇ છે.
ત્યારે છેલ્લા 48 કલાકમાં ટ્રેઇન હડફેટે ચડી જવાથી ચાર વ્યક્તિના મોત થતા
હાહાકાર મચ્યો છે. Jan 10, 2016, 02:05 AM IST
પીપાવાવમાં ઉદ્યોગો તો ધમધમતા થયા પરંતુ ઉદ્યોગો માટે ખાસ નખાયેલી બ્રોડગેજ રેલ લાઇન જોખમી બની રહી છે. રેલ લાઇન પર દરરોજ મોટા પ્રમાણમાં માલગાડીઓ દોડી રહી છે. દિવસ-રાત રેલ ટ્રેક ધમધમતો રહે છે. પરંતુ પીપાવાવથી લઇ દામનગર સુધીમાં આવતા 50 જેટલા રેલ ફાટકો ખુલ્લા ફાટક છે. જે એકદમ જોખમી બની રહ્યા છે. રેલવે દ્વારા ઉદ્યોગો માટે ખાસ લાઇન નો નખાઇ છે પરંતુ લોકોની અને વન્યપ્રાણીઓની સુરક્ષા પ્રત્યે જરા પણ ધ્યાન આપવામાં આવતુ નથી. જેને પગલે રેલવે ટ્રેક પર સતત દુર્ઘટનાઓ સર્જાતી રહે છે. છેલ્લા 48 કલાકમાં અમરેલી જીલ્લામાં ટ્રેઇન હડફેટે ચડી જવાથી ચાર વ્યક્તિના મોત થઇ ચુક્યા છે. પ્રકારની ઘટનાઓ અવાર નવાર બને છે. ભુતકાળમાં સાવજો, નિલગાય, ગાય જેવા પ્રાણીઓ પણ ટ્રેઇન હડફેટે ચડી મોતને ભેટી ચુક્યા છે. સાવજોના મોત બાદ રેલવે ટ્રેક ફરતે ફેન્સીંગ કરવાની વાતો થઇ પરંતુ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. દેશભરમાંથી જુદા જુદા વિસ્તારમાંથી આવતા રેલવેના ચાલકોને અહિં ગતિ મર્યાદા સતત વિસલ વગાડવી જેવી અનેક સુચનાઓ વિશે વાતો થઇ હતી. પરંતુ બધી વાતો માત્ર કાગળ પર રહી ગઇ છે. ટ્રેક પર બંધ ફાટકોની સંખ્યા ઓછી છે અને ખુલ્લા ફાટકો વધારે છે. ખેડૂતો પણ અવાર નવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે રેલ તંત્રએ ધ્યાન આપવાની જરૂર છે.
માત્ર 48 કલાકમાં ચારના કમોત
માત્ર48 કલાકના ગાળામાં અમરેલી જીલ્લામાં રેલવે ટ્રેક પર ટ્રેઇન હડફેટે ચડી જતા ચારના મોત થઇ ચુક્યા છે. સાવરકુંડલામાં બે દિવસમાં બે વ્યક્તિના મોત થયા છે. આવી રીતે અમરેલીમાં પણ બે દિવસના ગાળામાં એક યુવતી અને એક યુવકનું ટ્રેઇન હડફેટે મોત થયુ છે.
ટ્રેક પર ટ્રેકટર અટવાયુ પરંતુ અકસ્માત ટળ્યો
સાવરકુંડલામાંલીલાપીરની ધાર પાસે 65 નંબરનું ખુલ્લુ રેલવે ફાટક આવેલુ છે. જ્યાં ગઇકાલે મહુવા-ધોળા ટ્રેઇન પર વિજ કર્મચારીનું મોત થયુ હતું. આજે પીપાવાવ નજીક 315 નંબરના ફાટક પર પસાર થતુ ટ્રેકટર અચાનક બંધ થઇ ગયુ હતું. જેથી લોકોના જીવ તાળવે ચોટ્યા હતાં. જો કે અહિં આવી રહેલી માલગાડીના ચાલકે ટ્રેઇન થંભાવી દેતા અકસ્માત ટળ્યો હતો.
પુરપાટ ઝડપે સેંકડો માલગાડીઓ દોડે છે. આમ છતાં રેલવે તંત્રએ અહિં ઘોર બેદરકારી દાખવી ખુલ્લા ફાટકો પર અગાઉ લોકોની સુરક્ષા માટે રાખેલા માણસોને હટાવી લીધા છે. ગત 20મી ડીસેમ્બરથી અહિંથી માણસોને હટાવી લીધા છે. }ભાસ્કર
20મી ડીસેમ્બરથી ફાટકો પરથી માણસો હટાવાયા
No comments:
Post a Comment