Sunday, January 31, 2016

ખાંભા: ગીર અભ્યારણમાં ગેરકાયદેસર પર્યટન કેમ્પ, વનતંત્રની મીઠી નજર

    ખાંભા: ગીર અભ્યારણમાં ગેરકાયદેસર પર્યટન કેમ્પ, વનતંત્રની મીઠી નજરdivyabhaskar.com

    Jan 20, 2016, 20:41 PM IST

divyabhaskar.com

Jan 20, 2016, 20:41 PM IST
ખાંભા: મીતીયાળા ગીર અભ્યારણ નજીક પર્યટન કેમ્પ સાઈટ બનાવીને વન્યપ્રાણીઓને ખલેલ પન્હોચાડવાની બેરોકટોક કામગીરી પક્ષી બચાવો અભિયાનનું કાર્ય કરતા કાર્યકર્તાઓ દ્વારા થઈ રહ્યું હોય અને વનતંત્રની મીઠી નજર તળે ગેરકાયદેસર સિંહ દર્શન કરાવતા હોવા છતાં વનવિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે અને સરકારના ઇકો સેન્સીટીવ ઝોનને પડકાર ફેંકતા તત્વો બેફામ બનેલાઓને લગામ લગાવી શકતા નથી તેવી વાસ્તવિકતાઓનું ઉદાહરણ ખાંભાના ભાડ ગમે જોવા મળી રહ્યું છે.

ખાંભાના ભાડ ગામે બે ત્રણ મહિનાથી સિંહ દર્શનનો ખુલ્લો પરવાનો મેળવી લીધો હોય તેમ મીતીયાળા અભ્યારણને એકદમ નજીક આવેલ રેવેન્યુના વિસ્તારમાં વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા નીચે અમુક તત્વોએ કબજો જમાવીને વનવિભાગના અમુક અધિકારીના મીઠા આશીર્વાદ તળે ગેરકાયદેસર પ્રવુતિ અભ્યારણમાં થઈ રહી હોવા છતાં વનતંત્ર ધુતરાષ્ટ્રની ભૂમિકામાં જોવા મળી રહ્યું છે મીતીયાળા ગીર અભ્યારણમાં ગેરકાયદેસર પાણીનો કુટીયો (કુવો) આ લોકોએ કોઈની પણ પરવાનગી લીધા વિના ખોદી નાખ્યો હોવા છતાં વનતંત્ર “લાજ” કાઢી રહ્યું છે !! બહારથી મહેમાનોને બોલાવીને રાતવાસો કરાવીને અભ્યારણમાં ગેરકાયદેસર ઘૂસીને રોકટોક વિના સિંહ દર્શન કરાવતા હોવાનું પણ આધારભૂત સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

પક્ષીપ્રેમી હોવાનો ડહોળ ઉભો કરીને ટ્રસ્ટના નેજા નીચે સ્કુલના વિદ્યાર્થીઓને ભાડ કેમ્પ સાઈટમાં બોલાવીને દોઢ દિવસ રોકાવવાના ૫૦૦, ૬૦૦ ઉઘરાવતા હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે ત્યારે મીતીયાળા અભ્યારણ સાવ સમીપ હોવાથી અભ્યારણના વિસ્તારમાં ઘૂસીને બધાને ગેરકાયદેસર સિંહ દર્શન પણ કરાવતા હોવાની ફરિયાદો સી.સી.એફ, ડી.એફ.ઓ, આર.એફ.ઓ. સુધી કરવામાં આવી હોવા છતાં વનતંત્ર ઇકો સેન્સીટીવ ઝોનના વિસ્તારોમાં કશું કરી નથી શકતું તેવું ઉપરલેવલનું સેટિંગ ગોઠવ્યું હોવાની ફિશિયારીઓ ગેરકાયદેસર સિંહ દર્શન કરાવનારા લોકો કરી રહ્યા છે ? સિંહો આ ભાડ ગામના વિસ્તારોમાં દબદબો ધરાવતા હોવાથી કેમ્પ સાઈટ ખોલીને સિંહો સાથે અન્ય વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચાડી રહ્યા હોય અને દરરોજ અનેક ફોરવ્હીલ ગાડીઓના ધમધમાટથી વન્ય પ્રાણીઓ હેરાન પરેશાન થઇ ગયા છે.

જનરેટર મૂકીને પાણી ખેચવાની મોટરનો અવાઝ થતો હોય અને રાત્રે અભ્યારણમાં લાઈટો મારતા હોવા છતાં વનતંત્ર મૌન બની બેઠું છે તે આશ્ચર્ય ઉપજાવનારું હોવાનો વસવસો પર્યાવરણ પ્રેમી કરી રહ્યા છે ઈકો સેન્સીટીવ ઝોન હટાવવા મુદ્દે ૧૦૦ દિવસથી ઉપવાસ આંદોલન ધારીના ધારસભ્ય કરી રહ્યા છે તેને સરકાર મચક નથી આપતીતો ખાંભાના ભાડ ગામે સરકાર યોગ્ય કાર્યવાહી કરી શકશે કે પછી મેરા ભારત મહાન.......

No comments: