Sunday, January 31, 2016

ભોરીંગડા ગામમાં 80 ફૂટ ઉંડા કુવામાં પડેલી નીલગાયનું મોત

Bhaskar News, Liliya
Jan 05, 2016, 00:41 AM IST
ભોરીંગડા ગામમાં 80 ફૂટ ઉંડા કુવામાં પડેલી નીલગાયનું મોત
- આઠ કલાક સુધી રેસ્કયુ ઓપરેશન ચાલ્યુ પણ પરિણામ શુન્ય

લીલીયા: લીલીયા તાલુકાના ભોરીંગડા ગામે ગઇ રાતે એક નિલગાય ખેડુતના 80 ફુટ ઉંડા કુવામાં ખાબકતા વન વિભાગે તેને બહાર કાઢવા માટે 8 કલાક સુધી મહેનત કરવામાં આવી હતી પરંતુ આખરે નિલગાયનું મોત થયું હતું. રેસ્કયુ ટીમની મહેનત પણ આ નીલગાયને બચાવવામાં નિષ્ફળ રહી હતી.

કુવામાં નિલગાય પડી ગયાની આ ઘટના લીલીયા તાલુકાના ભોરીંગડા ગામે બની હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર  ભોરીંગડાના નરેશભાઇ ધોલીયાની વાડીમાં 80 ફુટ ઉંડા કુવામાં ગઇરાતે નિલગાય પડી ગઇ હતી.આ નિલગાય વાડીમાં પાણી પીવા જતા અકસ્માતે કુવામાં પડી ગઇ હતી. આ અંગે જાણ થતા ખેડુત દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.જેને પગલે સ્થાનિક આરએફઓ ગુજ્જરે ફેરેસ્ટર કે. જી. ગોહીલ. ટ્રેકર ટીમના મેરાભાઇ નારણભાઇ, ટીણાભાઇ, તુષારભાઇ વિગેરે અહીં પહોંચી ગયા હતાં.

કુવામાં નિલગાય ઘાયલ અવસ્થામાં હોય કણસતી હતી વન વિભાગ દ્વારા તેને જીવીત બહાર કાઢવા માટે પ્રયાસ હાથ ધરાયા હતાં. આઠ કલાકની જંગી મહેનત પછી દોરડા વાટે આ નઋલગાયને બહાર કાઢવામાં તંત્રને સફળતા મળી હતી. જો કે બહાર આવતા જ આ નિલગાય મોતને ભેંટી હતી. આ વિસ્તારમાં નિલગાય અને સાવજોની મોટી વસતિ છે. વન્યપ્રાણીઓ કુવામાં પડી જવાની ઘટનાઓ પણ સતત બની રહી છે. પરંતુ વન વિભાગ પાસે રેસ્કયુ માટેના પુરતા સાધનોનો અભાવ જોવા મળે છે.

No comments: