Thursday, June 30, 2016

ખેડૂતો મધનું ઉત્પાદન કરે તેવો પ્રોજેકટ શરૂ થશે

  • DivyaBhaskar News Network
  • Jun 17, 2016, 03:40 AM IST
અમરેલીનીઅમર ડેરી દ્વારા આવનારા સમયમાં અમર હનીનુ ઉત્પાદન કરવા પણ નિર્ણય લેવાયો છે ત્યારે રાજયના પુર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીએ હની પ્રોજેકટ માટે કેન્દ્રીય કૃષિમંત્રીની મુલાકાત લઇ વિસ્તૃત ચર્ચા કરી હતી. અમરેલીમાં અમર ડેરી ધમધમતી થયા બાદ કેટલ ફુડ ફેકટરી પણ શરૂ થવા જઇ રહી છે તેની સાથે સાથે હવે ખેડૂતો મધનુ પણ ઉત્પાદન કરી શકે તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે. અમર ડેરી દ્વારા હવે આગામી સમયમાં અમર હનીનુ ઉત્પાદન કરવા પ્રોજેકટ હાથ ધરાયો છે. રાજયના પુર્વ કૃષિમંત્રી અને અમર ડેરીના સ્થાપક દિલીપભાઇ સંઘાણીએ તાજેતરમાં અલગ અલગ જગ્યાએ માટે હની ફાર્મની પણ મુલાકાત લીધી હતી. દરમિયાન દિલીપભાઇ સંઘાણીએ તાજેતરમાં પ્રોજેકટની આખરી તૈયારીના ભાગરૂપે દિલ્હીમા કેન્દ્રીય કૃષિ મંત્રી મોહનભાઇ કુંડારીયા સાથે પણ બેઠક યોજી હતી. ડો. બ્રિજેન્દ્રસિંહ સહિતના આગેવાનો અને કૃષિ વિભાગના અધિકારીઓ અમર ડેરીના વાઇસ ચેરમેન મુકેશભાઇ સંઘાણી વિગેરેની ઉપસ્થિતીમાં ચર્ચા કરી હતી.

No comments: